સુમરાવાંઢ પાસે ઘાસના ટ્રેક્ટરમાં આગ લાગતાં ત્રણ યુવાન દાઝ્યા

ભુજ, તા. 8 : તાલુકાના કોટડા ચકાર પાસે આવેલી સુમરાવાંઢ નજીક ઘાસ ભરેલા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગતાં ત્રણ યુવાન દાઝ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પશુઓ માટે ટ્રેક્ટરની ટ્રોલી સૂકોચારો ભરીને સુમરાવાંઢ ગામમાં આવતાં સન્નાવાલા સોમીર, અસગરઅલી સુમરા અને વાહિદ સુમરા આવી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગતાં ત્રણે યુવાનો દાઝી જતાં તેઓને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer