1240 વ્યક્તિઓની વધુ આરોગ્ય તપાસ કરવા સૂચના

ભુજ, તા. 8 : કોરોનાને લઇ કચ્છમાં આરોગ્ય તંત્રની ટુકડીઓઁ દ્વારા ઘરો-ઘર જઇને કરવામાં આવતી તપાસ દરમ્યાન આજે એક જ દિવસમાં 1240 લોકો શરદી-ઉધરસવાળા જોવા મળતાં વધુ પરીક્ષણ માટે રીફર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ આજે એક ય કેસ શંકાસ્પદ પણ આવ્યો નથી, દાખલ બે પોઝિટિવ પૈકી આશાલડીની મહિલાના બે રિપોર્ટ નેગેટિવ તરફ હોવાના સંકેત મળ્યા છે જો કે હજુ સ્પષ્ટ નહીં હોવાથી ત્રીજો નમૂનો મોકલ્યા પછી જ જાહેર થાય તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના પગલે કુલ 2225 લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરેન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 42  વ્યકિતઓને હોમ કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 2225 માંથી 2183 વ્યકિતોઓને ઘરમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 6922 વ્યકિતઓને હોમ કવોરેન્ટાઇન કરાયા હતા.જેમાંથી 4739 વ્યકિતઓએ 14 દિવસનો કવોરેન્ટાઇન પીરીયડ પૂર્ણ કરી ચૂકયા છે.જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 78 જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ 24 શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુધી 22ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ બે દર્દી દાખલ છે. જિલ્લામાં કુલ 2531 ઈન્સ્ટીટયુશનલ કવોરેન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 116 વ્યકિતઓને કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 74 વ્યકિતઓને કવોરેન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં 42 વ્યકિતઓ કવોરેન્ટાઇનમાં છે. કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 1311 વ્યકિતઓનું ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 41083 લોકોનું ક્રીનીંગ કરાયું છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 38 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં 2 કેસ પોઝિટિવ છે. જેમાંથી અત્યાર સુધીમાં 36 વ્યકિતઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં શરૂ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 21,91,289 લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 1240 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 98.77 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે. આ વિગત આજ સાંજના ચાર વાગ્યા સુધીની છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer