નલિયામાં રસકસની દુકાનો અડધી અડધી ખોલવા નિર્ણય

નલિયા (તા. અબડાસા), તા. 8 : અબડાસાના મુખ્યમથક નલિયા ખાતે અનાજ, રસકસ, કરિયાણાની દુકાનો એકાંતરે અડધી અડધી ખૂલી રાખવા પ્રાંત અધિકારીએ બોલાવેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. નલિયાની બજાર સાંકડી હોતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જેથી આવી દુકાનો એકંદરે 44 છે તે પૈકી 22 દુકાનો એક દિવસ અને 22 દુકાનો બીજે દિવસે ખૂલી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી ડી. એમ. ઝાલાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વેપારી મંડળના પ્રતિનિધિઓ, મામલતદાર શ્રી ડામોર, સી.પી.આઇ. શ્રી મહેતા અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં શાકભાજીના વેપારીઓ એક ઠેકાણે લારી ઊભી રાખી બકાલાનું વેચાણ કરે છે જેના કારણે પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જેથી શાકભાજીના વેચાણકર્તાઓ વોર્ડવાઇઝ ફરતી રેંકડીથી શાકભાજીનું વેચાણ કરે તેવો પણ નિર્ણય લેવાયો હતો. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કિટ?વિતરણ કે અન્ય સેવાકીય પ્રવૃત્તિ અધિકારી અથવા અધિકૃત કર્મચારીની ઉપસ્થિતિમાં કરાય અને સંસ્થાના બે પ્રતિનિધિની ઉપસ્થિતિમાં આવું વિતરણ કરાય તેવો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાય તેવી ઉપસ્થિતોને તાકીદ કરાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer