શેરી-ઓટલાની ભીડ થકી લોકડાઉનનો છેદ ઊડી જાય છે

ભચાઉ, તા. 8 : લોકડાઉનની કડક અમલવારી માટે ખુદ પ્રધાનમંત્રી, રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય જાણકાર લોકો દ્વારા સામાજિક અંતર રાખવા માટે અપીલ થતી રહે છે, પરંતુ ભચાઉ વિસ્તારની શેરી-ગલીમાં લોકડાઉનનો છેડ ઊડી જાય છે. નગરનાં રહેઠાણ વિસ્તારમાં છેલ્લા એક દાયકાથી ઘર નજીકની જગ્યામાં આ પ્રકારની નાની-કેબિન -દુકાનો શરૂ કરાઇ છે. ભલે સામાન્ય સંજોગોમાં આ સેવાઓ ઉપયોગી હોય પરંતુ વર્તમાન વૈશ્વિક મહામારી આફતના ટાંકણે આવી હાટડીઓ ઉપદ્રવ સમાન બની છે તે તાકીદે બંધ થવી જોઇએ તેવી માંગ ઊઠી હતી. સાંજે તથા રાત્રિએ શેરી -ઓટલે બેસવાવાળાઓની મોટી ભીડ જમા થતી હોય છે, ત્યારે આ પ્રકારની ગતિવિધિ પર નજર રખાય તે જરૂરી છે. દેવ મંદિરોમાં પણ માત્ર પૂજાથાળ એકલ-દોકલ પૂજારી કે ભગત કરી જાય છે ત્યારે શહેરી હાટડા સક્રમણ માટે ભયજનક છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer