કોરોના વાયરસ અંગે જાગૃતિ માટે કચ્છ યુનિ.ની હેલ્પલાઇન

ભુજ, તા. 8 : કોરોના વાયરસની મહામારી દરમ્યાન લોકડાઉનનાં કારણે ઘરમાં રહેલા લોકો અને વિદ્યાર્થીઓનું આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.યાદીમાં જણાવાયા મુજબ સૌ ઘરમાં લોકડાઉન છીએ ત્યારે કોરોના વાયરસનો ડર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરી રહ્યો છે. લોકોમાં ચીડિયાપણું, એકલતા, બેચેની જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. આ સમસ્યા નિવારવા કુલપતિની સૂચના અનુસાર યુનિવર્સિટી દ્વારા માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. યુનિ. સંલગ્ન આર. આર. કોલેજના અધ્યાપકો દ્વારા નિ:સ્વાર્થભાવે કાઉન્સેલિંગની સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેના હેલ્પલાઇન નંબર આ મુજબ છે : 9થી 12 (સવારે) ડો. અદિતિ દેસાઇ-97261 34712, બપોરે 12થી 3 ડો. સમ્યક મકવાણા-92754 59874 અને સાંજે 5થી 7 ડો. પલ્લવી ચૌહાણ-99789 18646 પર સંપર્ક સાધી શકાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer