અંજારમાં લોખંડના ખાટલા પર બેસવા જતાં યુવાનનું વીજશોકથી મોત

ગાંધીધામ, તા. 8 : અંજારના ક્રિષ્નાનગર વિસ્તારમાં રહેનાર જિગર ભીખાભાઇ પરમાર (ઉ.વ. 25) નામના યુવાનને વીજશોક લાગતાં તેનું મોત થયું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ક્રિષ્નાનગર પ્લોટ નંબર 23માં રહેનાર આ યુવાનનું આજે બપોરે મોત થયું હતું. જિગર પોતાના ઘરે હતો ત્યારે લોખંડના ખાટલા ઉપર બેસવા જઇ રહ્યો હતો. આ ખાટલા પાસેથી પસાર થનાર વીજવાયર ખુલ્લો હતો, જેમાંથી વીજપ્રવાહ ખાટલામાં પણ આવી રહ્યો હતો. આ યુવાન ખાટલામાં બેસવા જતાં તેને વીજશોક લાગ્યો હતો. જિગરને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer