રાશન અને બેંકિંગ માટે સુચારુ વ્યવસ્થા જરૂરી

ભુજ, તા. 8 : કોરોનાની મહામારી સામે બાથ ભીડવા સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવાયું છે, ત્યારે યોજનાનો સુચારુ અમલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવો મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હાલમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં કૂપન મારફત રાશન હોય કે પછી કાર્ડધારકોને મફત એક માસનો રાશનજથ્થો પહોંચાડવાનો છે, પણ યોગ્ય ગોઠવણીના અભાવે હાલાકી તો સર્જાય, પણ કયાંકને કયાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઊડતો દેખાઈ રહ્યો છે. મફત રાશન મેળવવા માટે એક જ પેડમાંથી અંગૂઠા લેવામાં આવતા હોય, જનધનમાં જમા થતા રૂપિયા ઉપાડવા બેંકમાં લાંબી લાઈન લાગે તો આવી યોજના જ સરકારનાં તમામ પગલાં પર પાણી ફેરવી શકે છે. સરકારના સારા અભિગમનો નકારાત્મક પ્રભાવ ન પડે તે માટે લોકડાઉન ઉઠાવી  લેવાય તે પછી જે આવી યોજના અમલી બનાવાય તો તેનો હેતુ પણ સાર્થક થાય તેમ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer