કોરોના તપાસ માટે 10 સેમ્પલ મોકલાયા

ભુજ, તા. 8 : કોરોનાના પરીક્ષણ હેતુ સેમ્પલ રાજકોટ કે જામનગર જાય છે તેથી સમય લાગતો હોવાથી રાજ્ય સરકારે નવી 100 ટેસ્ટિંગ કિટનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે તે પૈકી કચ્છને પણ ફાળવાઇ છે. કેટલી આવે છે તે આવ્યેથી જાણી શકાશે તેવું આરોગ્ય વર્તુળોએ જણાવ્યું હતું.માંડવીના 30 વર્ષીય મહિલાને અને માધાપરના પોઝિટિવ રિપોર્ટવાળા દર્દીના નવ પરિવારજનોના કોરોનાની તપાસ માટે સેમ્પલ મોકલાવાયા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું. કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ એક હોસ્પિટલ રિક્વિઝીટ કરાઇ છે. મુંદરાની એલાયન્સ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ બનાવાશે તેવું ડો. કન્નરે ઉમેર્યું હતું. આમ, કોરોનાની જી. કે. જનરલ, વાયબલ, હરિૐ ટ્રસ્ટની હોસ્પિટલ, સ્ટર્લિંગ બાદ એલાયન્સ પાંચમી હોસ્પિટલ જાહેર કરાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer