સાંઘીપુરમમાં અટવાયેલા અલ્હાબાદના 300 મજૂરને કચ્છના સાંસદની મદદની હૈયાધારણ

ભુજ, તા. 8 : કોરોના મહામારી વચ્ચે અબડાસા તાલુકાના સાંઘીપુરમમાં અટવાયેલા અલ્હાબાદના 300 જેટલા મજૂરોને  કચ્છના સાંસદે તમામ મદદની હૈયાધારણ આપી હતી. અલ્હાબાદના સાંસદ રીટા બહુગુણા જોષીએ કચ્છના સાંસદને ફોન દ્વારા સંપર્ક કરી અબડાસા તાલુકાના સાંઘી સિમેન્ટમાં કામ કરતા મજૂરોને કોઇ સવલત મળતી ન હોવાની જાણ કરતાં સાંસદ વિનોદ ચાવડાએ અબડાસા પ્રાંત અધિકારી શ્રી ઝાલાનો સંપર્ક કરી વિગતો મેળવી તેમને તમામ સવલતો આપવા જણાવ્યું હતું તથા આ તમામ મજૂરોને કોઇ તકલીફ હોય તો ટેલિફોનિક સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer