ભુજની બજારમાં રસ્તા પર પડેલી ત્રણ ચલણી નોટ મહિલાને મળતાં શંકા-કુશંકા

ભુજ, તા. 8 : વૈશ્વિક મહામારી કોરોનાના પગલે લોકો અત્યંત ચિંતિત છે ત્યારે ચલણી નોટોના માધ્યમથી પણ આ વાયરસ ફેલાવાના પ્રયાસો થતા હોવાના સંદેશાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે ત્યારે આજે ભુજની બજારમાં રસ્તા પર પડેલી ત્રણ ચલણી નોટો મહિલાને મળતાં શંકા-કુશંકા જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ભુજની તળાવ?શેરી નજીક લાધીબાઇના ઓરડા પાસેના ત્રિભેટે રસ્તા પર દેખાય તે રીતે રૂા. 20, 50 અને 100ના દરની ત્રણ નોટ?મનીષાબેન રાવલને મળતાં તેણે ઉપાડી લીધી હતી અને ત્યાંના દુકાનદાર વડીલોને નાણાં આપી જેના હોય તેને દેવા કહ્યું હતું. ત્યારબાદ હાલ આવી રીતે કોરોના વાયરસ ફેલાવાનો પ્રયાસ થતો હોવાની વાત મનીષાબેનના ધ્યાને આવી હતી. તેણે વડીલોનું ધ્યાન દોર્યું હતું. આમ, આ અંગે શંકા-કુશંકા જાગી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer