ઘેરબેઠાં યુવાઓ `એ ડે વિથ સાયબર કોપ્સ'' સ્પર્ધામાં ભાગ લો

ભુજ, તા. 8 : બોર્ડર રેન્જ આઇ.જી. સુભાષ ત્રિવેદી પોલીસ મહાનિરીક્ષક સરહદી વિભાગમાં કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી યુવાઓ એટલે કે 14થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા પૂર્વ કચ્છ ગાંધીધામ, પશ્ચિમ કચ્છ-ભુજ, પાટણ તથા બનાસકાંઠાના નાગરિકો માટે સાયબર ક્રાઇમ સિક્યુરિટી અવેરનેસના સંદર્ભમાં "A Day with Cyber Cops" નામની સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પર્ધા દરમ્યાન આપને સાયબર અવેરનેસને લગતા ટાસ્ક પોલીસની ઓનલાઇન પોર્ટલ મારફતે આપવામાં આવશે જે સમયમર્યાદામાં પૂર્ણ કરી સ્પર્ધકોએ પોલીસના સોશિયલ પેજ પર ઓનલાઇન સબમિટ કરવાના રહેશે. આ માટે સૌપ્રથમ સ્પર્ધકોએ પોલીસના ફેસબુક પેજ પર "Top Fan" તરીકે સામેલ થવાનું રહેશે. આ માટે પેજને સૌથી વધુ લાઇક, શેર કરી અને નિયમિત રીતે વિઝિટ કરી કોમેન્ટસ આપવા તેમજ વધુ નિયમો તુરત જ પોલીસ પેજ સાઇટ પર મૂકવામાં આવશે તથા ટેલિગ્રામ ચેનલ "t.me/CyberSamvad"  અને બ્લોક "CyberSamvad.wordpress.com" ની પણ મુલાકાત લેતા રહેવા જણાવવામાં આવ્યું છે. લોકડાઉનનો અમલ કરી ઘેરબેઠા આપનું સાયબર સિક્યુરિટી અંગેનું જ્ઞાન વધારવા સાથે લોકજાગૃતિ અંગે બોર્ડર રેન્જ આઇ.જી. દ્વારા નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે તેવા અભિગમ સાથે નવતર પ્રયોગો હાથ?ધરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે સાબિત કરી બતાવ્યું છે. આ સ્પર્ધાથી દરેક નાગરિકોમાં કોરોના અંગે વિગતવાર માહિતી મળી શકશે અને સાયબર ક્રાઇમ, બેંક એટીએમ અને વધતા જતા ગુના અટકાવવા પણ નાગરિકોને મદદરૂપ બનશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer