સરકાર દ્વારા અપાતા મફત અનાજમાં ધનેડા

સરકાર દ્વારા અપાતા મફત અનાજમાં ધનેડા
રાપર, તા. 2 : કોરોના વાયરસના રોગચાળામાં સમગ્ર રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે  રોજેરોજનું કમાઇને ખાનારા ગરીબ વર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા મફત અપાતા અનાજમાં ધનેડા જેવી જીવાત પડી ગઇ?હોવાથી આવા અનાજનું વિતરણ બંધ કરવા માંગ ઊઠી છે. તંત્ર દ્વારા રેશનિંગની તમામ દુકાનો પર ગરીબ પરિવારોને  મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં રાપર તાલુકામાં પણ તમામ દુકાન પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, ચણાદાળ સહિતની  વસ્તુઓ આપવામાં આવી રહી છે. જેમાં પેકિંગમાં અપાતી ચણાદાળમાં ધનેડા જેવી જીવાત પડી ગઇ છે. જેનું જિલ્લા કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને જે-તે તાલુકા મામલતદાર તાત્કાલિક ધોરણે વિતરણ બંધ કરાવે અન્યથા લોકો કોરોનાથી નહીં, પરંતુ આવા અનાજ અને દાળથી બીમારીમાં સપડાશે તેવો લોકોમાં સૂર ઊઠી રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer