કરુણા સાથે કોરોના સામે લડાઇ હેઠળ માનવસેવા સાથે જીવદયાયે અવિરત

કરુણા સાથે કોરોના સામે લડાઇ હેઠળ માનવસેવા સાથે જીવદયાયે અવિરત
માધાપર (તા. ભુજ), તા. 2 : કોરોના વાયરસ સામે હાથ ધરાઇ રહેલી લડાઇ અંતર્ગત આ ગામ તથા આસપાસના વિસ્તારમાં તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ માનવસેવા સાથે જીવદયા વિશેની પ્રવૃત્તિ પણ જારી રાખીને અનેકવિધ ઉપયોગી સેવાકાર્યો હાથ ધરાઇ રહ્યાં છે. કરુણા સાથે કોરોના સામેની લડાઇનું સૂત્ર આપતાં પ્રવૃત્તિના મોભી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને જિલ્લા ભાજપના મંત્રી એવા સમસ્ત જૈન સમાજ માધાપરના અધ્યક્ષ હિતેશ ખંડોર દ્વારા આગેવાનો અને કાર્યકરોને સાથે રાખીને આ સેવાયજ્ઞ ચાલુ રખાયો છે. આ માટે સમાજના વિવિધ ક્ષેત્રના અનેક દાતાઓનો સહયોગ મળ્યો છે અને હજુયે અનેક દાતાઓ આ માટે આગળ આવી રહ્યા છે. હાથ ધરાયેલા અને ધરાઇ રહેલા સેવાના કાર્યો વિશે વિગતો આપતાં શ્રી ખંડોરે જણાવ્યું હતું કે માધાપરના દરજી સમાજના સભ્યોના સાથથી 20 હજાર માસ્ક બનાવવા માટેની કાર્યવાહી આરંભી દેવાઇ છે. દરમ્યાન માનવસેવા સાથે જીવદયાની મૂળ પ્રવૃત્તિ પણ જારી રખાઇ છે. લોકડાઉન દરમ્યાન પશુઓ માટે ઘાસની તકલીફ ઊભી ન થાય તે માટે 21 દિવસ સુધી ગાયોને રોજ લીલાચારાનો નિર્ણય લઇને તેનો અમલ શરૂ કરી દેવાયો છે. જ્યાંથી માગણી આવે છે તે ગામે ઘાસની ગાડીઓ પહોંચાડવામાં આવી રહી છે. તેરા તુજકો અર્પણની ટીમને આ કાર્યો માટે અનેક દાતાઓનો સહયોગ મળ્યો છે અને હજુયે અનેક દાતાઓ આગળ આવી રહ્યા છે તેવું જણાવાયું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer