ગઢશીશા વેપારી મંડળ જરૂરતમંદ લોકોની વહારે : રાશન કિટનું વિતરણ

ગઢશીશા વેપારી મંડળ જરૂરતમંદ લોકોની વહારે : રાશન કિટનું વિતરણ
ગઢશીશા (તા. માંડવી), તા. 2 : ગઢશીશા તથા વિસ્તારમાં તમામ નાના-મોટા ધંધાર્થીઓ અને રોજગારી મેળવતા તથા રોજેરોજ કમાઈને ખાનાર વ્યક્તિઓના પરિવારને ખાવા- પીવાની તકલીફ ન પડે તે માટે ગામના વેપારી મંડળ દ્વારા પ્રાથમિક ધોરણે 170 જેટલી રાશન સામગ્રીની કિટ તૈયાર કરી જરૂરતમંદ પરિવારોને ઘેર-ઘેર પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. વેપારી મંડળના સભ્યોએ જાતે તૈયાર કરેલી કિટ જાતે જ વિતરણ કરે છે. જેમાં ગઢશીશા પો.ઈ. આર.ડી. ગોજિયા, શિવદીપસિંહ જાડેજા, રામસંગજી સોઢા, ભરતભાઈ ગઢવી, અનિરુદ્ધસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, દેવજીભાઈ મહેશ્વરી વિગેરે મદદરૂપ બન્યા છે. વેપારી મંડળ પ્રમુખ કાંતિભાઈ રંગાણી, સુરેશભાઈ ચોથાણી, ચેતનભાઈ કોટક, અનિલસિંહ જાડેજા, હરેશભાઈ સેંઘાણી, હિતેશભાઈ ગણાત્રા, જેન્તીલાલ ગણાત્રા, હરેશભાઈ રંગાણી, અશ્વિનભાઈ સોની, જીતુભા જાડેજા, રોહિત ઠક્કર અશ્વિન ઠક્કર, જિતેન પરમાર?વિગેરે સહયોગી બન્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer