ગઢશીશામાં પાંચસો જરૂરતમંદ લોકોને રાશનકિટ અપાઈ

ગઢશીશામાં પાંચસો જરૂરતમંદ લોકોને રાશનકિટ અપાઈ
ગઢશીશા (તા. માંડવી), તા. 2 : વર્તમાન પરિસ્થિતિને અનુસરી રોજેરોજ કમાઈને પોતાનું ભરણપોષણ કરનારા ગઢશીશા ગામના શ્રમજીવીવર્ગ તથા જરૂરતમંદ પરિવારને ગઢશીશા જૈન મિત્રમંડળ-મુંબઈ દ્વારા જૈનાચાર્ય ગુણોદયસાગર સૂરિશ્વરજી મ.સા. તથા અન્ય સાધુ-સાધ્વીની પ્રેરણાથી 500 રાશનકિટનું વિતરણ કરાયું હતું. 5 કિલો ઘઉં તથા 5 કિલો ચોખાનું પેકિંગ કરી દરેક સમાજમાં નાતજાતના ભેદભાવ વિના ઘરોઘર પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ હતી. જેનું વિતરણ સમાજ વાઈઝ પ્રતિનિધિઓને બોલાવી જૈન મહાજનવાડી ખાતે જિ.પં. સદસ્ય નરેશભાઈ મહેશ્વરી, તા.પં. સદસ્યો કેશવજીભાઈ રોશિયા, અવનિબેન ભગત, ગઢશીશા સરપંચ જિ.પં. પૂર્વ સદસ્ય કેશુભાઈ પારસિયા, એ.પી.એમ.સી. પૂર્વ ચેરમેન નારાણભાઈ ચૌહાણ, પો.ઈ. આર.ડી. ગોજિયા,  તા.પં. પૂર્વ પ્રમુખ ચંદુભાઈ વાડિયા, મહેતાજી હિરેનભાઈ લોડાયા વગેરેના હસ્તે વિતરણ કરાયું હતું. કિટ વિતરણ કામગીરીમાં ગ્રા.પં. સભ્યો હરેશભાઈ રંગાણી, મહેન્દ્રભાઈ સેંઘાણી, ઉમેશભાઈ મિત્રી, મણિલાલ સેંઘાણી, હનીફભાઈ મેમણ વગેરે યુવાનો જોડાયા હતા.  આ કિટ વિતરણ માટે ગઢશીશાના મુંબઈ સ્થિત જૈન મહાજનના મોવડીઓ વિશનજી દેઢિય, જિજ્ઞેશ દેઢિયા, નવીન દેઢિયા, નવીન ગડા, રતનશીભાઈ વિસરિયા જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer