કોઠારામાં શાકભાજી મફ્ત વેચાતાં ગ્રાહકો ટોળે વળ્યા

કોઠારામાં શાકભાજી મફ્ત વેચાતાં ગ્રાહકો ટોળે વળ્યા
કોઠારા (તા. અબડાસા), તા. 2 : અબડાસાના કોઠારા ગામે બસ સ્ટેન્ડ પર શાકભાજીની દુકાન ધરાવતા વરાડિયા ગામના હાજી જુસબ મંધરાએ ગઈકાલથી જ પોતાની દુકાને મફ્ત શાકભાજી આપવાનું ચાલુ કરી દેતાં રીતસર લોકો ટોળે વળી રહ્યા છે. એક બાજુ શાકભાજીના વેપારીઓ પૈકી ઘણાએ શાકભાજીમાં બમણા ભાવ લેતા હોવાની ફરિયાદો આવી રહી છે તેવામાં કોઠારા ખાતેના આ મુસ્લિમ વેપારીઓ શાકભાજી મફ્ત આપવાનું ચાલુ કરતાં અન્ય વેપારીઓ નવરા જોવા પણ મળ્યા હતા. આ અંગે તેમણે જણાવેલું કે વધુ ટ્રાફિક નહીં થાય તો તેઓ આ વેચાણ હજુ ચાલુ રાખશે. તેઓએ આજે કોઠારા મધ્યે ગાયો માટે પણ શાકભાજીનો ટેમ્પો ઠાલવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer