કચ્છ-મોરબીના સફાઈકર્મીઓને સાંસદ દ્વારા માસ્ક-સેનિટાઈઝર અપાયા

કચ્છ-મોરબીના સફાઈકર્મીઓને સાંસદ દ્વારા માસ્ક-સેનિટાઈઝર અપાયા
ભુજ, તા. 2 : કોરોના સામે મહાયુદ્ધમાં સૌથી વધુ કારગર સેવા આપતા આપણા સફાઈકર્મી ભાઈ-બહેનોની સેવાને બિરદાવતાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની આગેવાની હેઠળ સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓએ કચ્છની છ નગરપાલિકાઓ સાથે મોરબી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર સેવા બજાવતા 1925થી વધુ સફાઈકર્મીઓને સેનિટાઈઝર બોટલ તથા બે માસ્કનું વિતરણ કરાયું હતું. ભુજ ખાતે વ્યાયામશાળા મેદન સ્થિત હેલ્થકેર સેન્ટર ખાતે નગરપાલિકા સફાઈકર્મીઓને સેનિટાઈઝર બોટલ અને માસ્ક આપી સર્વેને આજે રામનવમી પર્વની શુભકામના પાઠવી અને તેમની સેવાની નોંધ લીધી હતી. ભુજ, રાપર, ગાંધીધામ, અંજાર, માંડવી, ભચાઉ તથા મોરબી નગરપાલિકાના 1925થી વધુ સફાઈકર્મીઓને સેનિટાઈઝર બોટલ તથા બે માસ્ક આપવાની વ્યવસ્થા   સાંસદ  તથા સમાજ  નવનિર્માણ  ટ્રસ્ટે ગોઠવી છે. તેમજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સવારે જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારી શ્રી કન્નર તથા સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચને મળી વર્તમાન પરિસ્થિતિનો કોરોના દર્દીઓ, ઈન્સેટિવ કેરમાં રહેલા લોકો, તેમની થતી સારવાર તથા તેમને અપાતી સવલતોની સમીક્ષા કરી હતી સાથે સાથે સંસદ સ્થાનીય વિકાસ યોજના (એમપીએલએડીએસ) અંતર્ગત ફંડમાંથી કોરોના મહામારી સામે લડવાને રૂા. 1 કરોડનું ફંડ ફાળવેલું તે અંતર્ગત સાધનો-ઈક્વિપમેન્ટ લેવા થયેલી કાર્યવાહીની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલમાં દિવસ-રાત સેવા આપતા કર્મીઓ અને સ્ટાફ, ડોક્ટરોની સેવાને બિરદાવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer