કોટડા ચકાર પંથકનાં ગામડાઓના કાર્ડધારકો શિસ્તબદ્ધ રીતે ઊમટયા

કોટડા ચકાર પંથકનાં ગામડાઓના કાર્ડધારકો શિસ્તબદ્ધ રીતે ઊમટયા
કોટડા ચકાર (તા. ભુજ), તા. 2 : તાલુકાની સસ્તા અનાજ દુકાનોમાં મોટી ગણાતી કોટડા ચકાર દીનદયાલ અન્ન ભંડાર કે સસ્તા અનાજની દુકાનમાં વિનામૂલ્યે વિતરણ શરૂ થતાં જ મોટી સંખ્યામાં જનસમાજ નીકળી પડયો હતો.આ વિતરણ વખતે દરેક લાભાર્થીઓને તેમનો હિસ્સો મળી રહે તે માટે સરકાર તેમજ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ એવું નક્કર આયોજન ગોઠવ્યું છે કે કોઇ કોઇના ઉપર તરાપ ન મારી શકે. તે માટે દરેક દુકાનદાર વિતરક કેન્દ્ર પર પં.પ્રા. શાળાના આચાર્ય, વહીવટી કર્મચારી, તલાટી સહમંત્રી, જે તે આઉટપોસ્ટના પોલીસ અધિકારી તેમજ ગામના સરપંચની હાજરી જરૂરી છે. દરેક લાભાર્થીના 25-25ના ગ્રુપોને દુકાને બોલાવી તેમને રાશન વિતરણ વ્યવસ્થા હેઠળ આપવામાં આવે છે. પદ્ધર પોલીસ થાણા હસ્તક આવતાં આ પંથકની કોટડા ચકાર, કોટડા આથમણા, સણોસરા, વરલી, થરાવડા, રેહા નાના-મોટા, હાજાપર હરુડી સહિતની સસ્તા અનાજની દુકાનોમાં કાયદો વ્યવસ્થાની તમામ જવાબદારી પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજાની ટીમ સંભાળી રહી છે. અહીં કામધંધાર્થે આવેલા પરપ્રાંતીઓને જે તે પંચાયતની ખાતરી બાદ તેમને પણ ગુજરાત સરકાર મહિનાની રાશન કિટ આપશે તેવું ગુજરાત પુરવઠા વિભાગ ગાંધીનગરના પરિપત્રથી જણાવવામાં આવ્યું છે. અહીંના વિતરણથી અંદાજે ચારેક સો પરિવારોને લાભ મળી રહ્યો છે તે આવકારદાયક હોવાનું સરપંચ નરશી ભગત, આચાર્યા ચેતનાબેન જણાવે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer