ગાંધીધામ પાલિકાના કોન્ટ્રાક્ટરોએ લોકડાઉનના નિયમો એળે મૂકી કામગીરી ચાલુ રાખી !

ગાંધીધામ પાલિકાના કોન્ટ્રાક્ટરોએ લોકડાઉનના નિયમો એળે મૂકી કામગીરી ચાલુ રાખી !
ગાંધીધામ, તા. 2 : સમગ્ર દેશની સાથે અહીં પણ કોરોનાના પગલે લોકડાઉન છે ત્યારે તમામ લોકોના કામકાજ ઠપ છે, પરંતુ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોને લોકડાઉન નડતું ન હોય તેમ અમુક જગ્યાએ કામગીરી ચાલુ રખાઈ છે. લોકડાઉનને પગલે આગામી 14 તારીખ સુધી બધું બંધ રાખવાનું છે, છતાં ગાંધીધામ-આદિપુરમાં અમુક જગ્યાએ ખાનગી ઈમારતોનું ચણતરકામ હજુ પણ ચાલુ જ છે. તો નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોને આ લોકડાઉન ન નડતું હોય તેમ કામગીરી ચાલુ જ રખાઈ છે. શહેરના ભારતનગર પાછળ પાલિકાના બનતા એમ્યુઝમેન્ટની કામગીરી આજે પણ ચાલુ દેખાઈ હતી. અહીં બનતી ઈમારતને રંગરોગાનની કામગીરી થતી હોવાનું બહાર આવ્યું હતું. તો સુભાષનગર બાજુ પાણી કે ગટરની લાઈન માટે ખાડા ખોદતા શ્રમિકો પણ નજરે પડયા હતા. પાલિકાના અમુક કોન્ટ્રાક્ટરોને લોકડાઉનના નિયમો લાગુ નહીં થતા હોય, તેવા પ્રશ્નો લોકોએ પૂછ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer