ગાંધીધામની રેલવે કોલોનીમાં પાણીજન્ય બીમારીની દહેશત

ગાંધીધામની રેલવે કોલોનીમાં પાણીજન્ય બીમારીની દહેશત
ગાંધીધામ, તા. 2 : અહીંની નગરપાલિકાએ શાકભાજીવાળાઓ માટે અલાયદી વ્યવસ્થા કર્યા બાદ પણ?આદિપુર શાકમાર્કેટ અંગે કોઇ નિર્ણય લેવાતો ન હતો. અહીં દરરોજ સવાર-સાંજ જાહેરનામાનો ભંગ થતો હતો. અંતે પાલિકા જાગી હતી અને આ બજારને અન્યત્ર ખસેડવા નિર્ણય લીધો હતો. નગરપાલિકાએ ગાંધીધામમાં મામલતદાર કચેરી પાછળના મેદાનમાં, સોનલધામ પાછળ પાલિકાના મેદાનમાં, સેક્ટર-પાંચમાં, ગણેશનગર અને કલેક્ટર રોડ ઉપર ઊભા રહેવા માટે શાકભાજીવાળાઓની વ્યવસ્થા ગોઠવી હતી, પરંતુ આદિપુરમાં  80 બજાર પાસે આવેલા  શાકભાજીવાળા અંગે કોઇ નિર્ણય લેવાતો ન હતો. અહીં દરરોજ સવાર-સાંજ તમામ નિયમોનો ભંગ થતો  હતો. પાલિકાના  અધિકારીઓ, પોલીસ આ જોઇ રહી હતી, પણ કોઇ નિર્ણય કરાતો ન હતો. અંતે આજે પાલિકા જાગી હતી અને આ શાકમાર્કેટને અન્યત્ર ખસેડવા નિર્ણય કર્યો હતો. આ બજાર હવે અર્બુદાનગર સામે ડીપીટીના મેદાનમાં શરૂ કરાશે. આવતીકાલથી બે લારી વચ્ચે 8 ફૂટની જગ્યા રાખી અહીં બજાર ભરાશે.અહીં 110 શાકભાજીવાળા ઊભા રહી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ શાકમાર્કેટ સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી જ ખૂલી રહેશે. તેમ છતાં કોઇ શાકભાજીવાળા 80 બજાર પાસેની માર્કેટમાં રેંકડી રાખશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકાના સત્તાવાર સાધનોએ જણાવ્યું  હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer