કસ્ટમ ડયૂટીની આવકમાં મુંદરા બીજા ક્રમે

રાજેશ ચોથાણી દ્વારા-  મુંદરા, તા. 2 : કેન્દ્ર સરકારની આવકમાં મુખ્ય સ્રોત ગણાતા સમગ્ર દેશના 248 કસ્ટમ હાઉસો આવક એકત્ર કરી સરકારની તિજોરીમાં જમા કરાવે છે. મુખ્યત્વે આયાત-નિકાસ અને દંડની રકમની વસૂલાત કસ્ટમ તંત્ર?દ્વારા કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષ 2019/20 દરમ્યાન રૂા. 38288 કરોડ અને 47 લાખની આવક કસ્ટમ તંત્ર દ્વારા દેશને થઇ. જો કે, આ આવક વર્ષ 18/19  કરતાં 7.96 ટકા જેટલી ઓછી છે. 18/19માં કુલ રૂા. 413362 કરોડ અને 68 લાખ રૂા.ની હતી. જેમાં દેશમાં બીજા નંબરની ડયૂટી રળી આપવામાં અદાણી મુંદરા બંદર બીજા ક્રમે આવે છે. રાષ્ટ્રના કમાઉ દીકરા સમાન મુખ્ય બંદરો 24ડ્ઢ7 રીતે કાર્યરત છે. દેશનું મહારાષ્ટ્ર સ્થિત જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી- ન્હાવા સેવા)એ આવક રળી આપવામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. માત્ર આ એક જ બંદરે વર્ષ 19/20 દરમ્યાન રૂા. 81393 કરોડ 92 લાખ ડયૂટી વસૂલી છે. જો કે, આ ડયૂટી આવક વર્ષ 18/19 કરતાં 14.36 ટકા જેટલી ઓછી છે. બીજા ક્રમાંકે દિલ્હી કસ્ટમ આવે છે.  દિલ્હી કસ્ટમે 19/20 દરમ્યાન રૂા. 37930 કરોડ 60 લાખ રૂા. કસ્ટમ ડયૂટીના રૂપમાં વસૂલ્યા જે 18/19ના વર્ષ કરતાં 4.59 ટકા વધારે છે. ત્રીજા નંબરે  ચેન્નઇ બંદર આવે છે. 19/20 દરમ્યાન રૂા. 34638 કરોડ અને 95 લાખ રૂા. વસૂલ્યા. જોકે, 18/19ની સરખામણીએ 14.85 ટકા જેટલી ઓછી છે. કચ્છના મુખ્ય બે બંદરોની વાત કરીએ તો આવકની દૃષ્ટિએ દેશમાં પાંચમા નંબરનું સ્થાન અદાણી-મુંદરા બંદરનું આવે છે. જ્યારે ડીપીટી કંડલા બંદરનું સ્થાન નવમું આવે છે. મુંદરા બંદરે વર્ષ 19/20 દરમ્યાન રૂા. 18587 કરોડ અને 65 લાખ રૂા.ની ડયૂટી વસૂલાત કરી છે. જે વર્ષ 18/19 કરતાં 14.30 ટકા વધુ છે. 18/19માં મુંદરા બંદરે 15915 કરોડ અને 95 લાખ રૂા.ની ડયૂટી આવક મેળવી હતી. નોંધપાત્ર વિગત એ છે કે, 2004થી અત્યાર સુધી અદાણી બંદર ઉપર ડયૂટી આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ડીપીટી કંડલા બંદર ઉપર રૂા. 11226 કરોડ 71 લાખની કસ્ટમ તંત્ર?દ્વારા આવક થઇ. જે વર્ષ 18/19 કરતાં 22.52 ટકા ઓછી છે. કચ્છના મુખ્યત્વે કંડલા-મુંદરા બંદરની 19/20ની સંયુકત આવક રૂા. 29814 કરોડ 36 લાખ રૂા. થાય છે. જે દેશની કુલ કસ્ટમનો 7.78 ટકા હિસ્સો છે. કસ્ટમ તંત્રની મુંદરા બંદરની આવકનો હિસ્સો 4.85 ટકા અને કંડલાનો હિસ્સો 2.93 ટકા છે. નિકાસી કાર્ગોને  પ્રોત્સાહન આપવાના હેતુની ડયૂટી ડ્રોમેક યોજના અંતર્ગત 19/20માં નિકાસકારોને રૂા. 132916 લાખ જેટલી રકમ બેન્કના માધ્યમ દ્વારા  તેમના ખાતામાં સીધી જમા કરી દેવામાં આવી. જે ગત વર્ષ 18/19 દરમ્યાન 103206 લાખ રૂા. હતી. જ્યારે વર્ષ 19/20માં મુંદરામાં 86 કરોડ 59 લાખ રૂા. ડ્રોમેક સ્કીમ અંતર્ગત નિકાસકારોને ચૂકવવાના બાકી છે. કંડલામાં 11 કરોડ 24 લાખ રૂા. ચૂકવવાના બાકી છે. થોડા સમય પહેલા કસ્ટમ ગુજરાતના ચીફ કમિશનર દ્વારા મુંદરા પોર્ટ ઉપર પી.સી.એસ. સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મુંદરા પોર્ટને પેપર  લેસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી છતાં કચેરી પેપરલેસ થઇ?નથી. શિપિંગ લાઇનરો, સર્વેયરો સહિતનાઓ કસ્ટમની પ્રિન્ટ પાછળ કરોડો રૂા.ના કાગળનો વપરાશ કરી નાખે છે. પર્યાવરણની જાળવણી માટે પણ ઓફિસોને પેપરલેસ કરવી જરૂરી છે. કસ્ટમ ડયૂટીની આવકમાં દરિયાઇ ઉપરાંત હવાઇ રસ્તે થતા પરિવહનની આવકનો સમાવેશ થઇ જાય?છે. કસ્ટમની આવક એ અર્થતંત્રની ધરી સમાન આવક છે. દેશની અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાં વપરાતાં નાણાં મેળવવાનો મુખ્ય સ્રોત કસ્ટમ તંત્ર?છે. કચ્છ કસ્ટમની 30 હજાર કરોડ?જેટલી આવક એ નાની રકમ નથી. નિકાસકારોને વધુ છૂટ અને વહીવટમાં પારદર્શકતા વધારવાની જરૂર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer