કોરોના સામે સાવધાની : 102 બેડ અને 20 વેન્ટિલેટર આરક્ષિત

ભુજ, તા. 2 : કચ્છમાં કોરોના વાયરસના મામલે તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ જોઇએ તો સરકારી જી.કે. જનરલ હોસ્પિટલના 750 અને 26 ખાનગી હોસ્પિટલોના મળીને કુલ્લ 1575 બેડ છે તે પૈકી કોરોના માટે 102 આરક્ષિત કરાયા છે.વેન્ટિલેટરની વિગતો જોઇએ તો પુખ્ત વ્યકિતઓ માટેના જી.કે.માં 23 અને ખાનગી હોસ્પિટલો સહિત જિલ્લામાં 75 છે તે પૈકી 16 આરક્ષિત રખાયા છે, જ્યારે બાળકો માટેનાં વેન્ટિલેટર જી.કે.માં બે છે તે ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં આઠ મળી કુલ્લ 10 પૈકી ચાર પીડિયાટ્રીક વેન્ટિલેટર આરક્ષિત રખાયાં છે.


હોમ ટુ હોમ 97.53 ટકા સર્વે  ભુજ, તા. 2 : કચ્છના આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરેઘરે જઇને શરદી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 21,64,009 લોકોનો સર્વે કરી અત્યાર સુધી 97.53 ટકા કામગીરી કરાઇ હોવાનો દાવો કરાયો છે. 


ફ્લુવાળા 1204 દર્દી દવાખાને મોકલાયા  ભુજ, તા. 2 : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા મુજબ અત્યાર સુધી સરકાર દાખલ કરાયેલા કેસ-17 જેમાંથી 16ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. અત્યાર સુધી પોઝિટિવ રિપોર્ટની સંખ્યા-1 છે. બાકી રિપોર્ટ કોઇ નથી. હાલે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર એક દર્દી લે છે. ફ્લુવાળા દર્દીઓ 1204ને દવાખાનામાં રીફર કરાયા છે. 


નવી 669 વ્યક્તિઓનું ક્રિનિંગ કરાયું  ભુજ, તા. 2 : જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં 669 વ્યકિતઓનું ક્રિનિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 34170 લોકોનું ક્રિનિંગ કરાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer