ભુજમાં દુકાનનાં તાળાં તૂટયાં : વિંઝાણમાં વાયર ચોરી

ભુજ, તા. 2 : લોકડાઉન વચ્ચે શહેરના કેમ્પ વિસ્તારમાં અનાજ રસકસની દુકાનનાં તાળાં તૂટી રોકડ તેમજ ચીજવસ્તુની તસ્કરી થઈ છે. જ્યારે અબડાસા તાલુકાનાં વિંઝાણ ગામની સીમમાં વાડીમાંથી કોપર વાયરની ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કેમ્પ વિસ્તારના પઠાણ ફળિયામાં આવેલી અનાજની વિજય સ્ટોર નામની દુકાનમાંથી કોઈ હરામખોરો અંદાજે રૂા. 5000ની રોકડ તેમજ 8થી 12 હજારની ચીજવસ્તુઓ તફડાવી ગયા છે. આ અંગે દુકાન માલિક વિજયભાઈ વ્યાસે ફરિયાદ નોંધાવા ગયા હતા અને  પોલીસે સ્થળે નિરીક્ષણ કરી પગલાં લેવાની ખાતરી આપી હતી. દરમ્યાન અબડાસા તાલુકાનાં વિંઝાણ ગામની સીમમાં ગિરિરાજસિંહ દિલાવરસિંહ જાડેજાની વાડીમાંથી તા. 31/3 બાદ કોઈ અજાણ્યા આરોપીઓએ 200 મીટર કોપર વાયર કાપીને ચોરી ગયાની કોઠારા પોલીસ મથકે ફરિયાદ નેંધાવાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer