કચ્છમાં કવોરેન્ટાઈન માટે 1902 રૂમ તૈનાત

ભુજ, તા. 2 : કચ્છમાં ઈન્સ્ટિટયૂશનલ કવોરેન્ટાઈનની 1902 ખંડની વ્યવસ્થા કરાઈ છે. ભુજ તાલુકામાં 12 સ્થળે 431 રૂમની વ્યવસ્થા કરાઈ છે, જેમાં અબજીબાપા છતરડી-બળદિયામાં-10 રૂમ, યક્ષ મંદિર માધાપર રોડ-30 રૂમ, સિવિલ ડિફેન્સ ઓફિસ ભુજમાં-12 રૂમ, ચર્ચ ભુજ સંસ્કાર સ્કૂલ પાસે  15-રૂમ, સરકારી કુમાર છાત્રાલય- રાવલવાડી-20, સરકારી કુમાર છાત્રાલય-ગણેશનગર-37, સમરસ કુમાર છાત્રાલય યુનિ. કેમ્પસ-80, સમરસ કન્યા છાત્રાલય-ઘાસવાળી વંડી સામે-22, ઉમિયા માતાજી સંસ્થાન- વાંઢાય-32, ઈશ્વર આશ્રમ-વાંઢાય-65 અને સરકારી કુમાર છાત્રાલય આદિજાતિ-ઈન્જિ કોલેજ રોડ-28 રૂમ રખાયા છે. અબડાસા તાલુકાના બે સ્થળો મળી 41 રૂમની વ્યવસ્થા કરાઈ છે, જેમાં ખાદી ભંડાર-કોઠારા-18 અને સરકારી કુમાર છાત્રાલય-નલિયા-23 રૂમ. ગાંધીધામ તાલુકાના 7 સ્થળે 378 રૂમની વ્યવસ્થા કરાઈ છે, જેમાં સ્વામી લીલાશા ધર્મશાળા-29, સરકારી કુમાર છાત્રાલય-અંતરજાળ-20, લાડ લુહાણા ધર્મશાળા-50, ખોડિયાર મંદિર-શિણાય-16, પોલીસ સ્ટાફ કવાર્ટર-શિણાય-250 રૂમ, ભાનુશાલી સમાજવાડી ઓધવ ભવન જનતા કોલોની-9, સરકારીકુમાર છાત્રાલય-વોર્ડ -2 અને એ- 4 રૂમ. મુંદરા તાલુકાના પાંચ સ્થળે 165 રૂમમાં ગુંદાલા કોમ્યુનિટી હોલ-80, ભદ્રેશ્વર જૈન મંદિર-30, વાંકી જૈન તીર્થ-30, સરકારી કુમાર છાત્રાલય-15, બીટેલ હોટલ-10 રૂમ. માંડવી તાલુકામાં પાંચ સ્થળે 173  રૂમની વ્યવસ્થા કરાઈ છે. જેમાં 72 જિનાલય-50, સરકારી કુમાર છાત્રાલય-33, અંબેધામ-ગોધરા-20, ગઢશીશા -સીએચસી-20 અને વિપશ્યના કેન્દ્ર બાડામાં 50 રૂમ. લખપત તાલુકામાં 6 સ્થળે 220 રૂમ જેમાં જીએમડીસી પાનધ્રો-15, પાટીદાર સમાજવાડી દયાપર-14, રિસોર્ટ બિલ્ડિંગ-લખપત-18, માતાના મઢ જાગીર ટ્રસ્ટ-90, વાલરામ આશ્રમ ના. સરોવર-63, મોડેલ સ્કૂલ હોસ્ટેલ-દયાપર-20. અંજાર તાલુકામાં આઠ સ્થળે 232 રૂમ અનામત રખાયા છે. જેમાં ક.ગુ.ક્ષ. સમાજવાડી-10, જૈન વિવિધલક્ષી હોલ-10, મોઢ સમાજવાડી-10, પલણ સમાજવાડી-10, જોગણીનાર મંદિર-સંઘડ-7, સીએચસી દુધઈ-30, સ્વામી લીલાશા કુટિયા-મેઘપર-150, આહીર સમાજવાડી-ભીમાસર-5 રૂમ.નખત્રાણા તાલુકાના 13 સ્થળે 115 રૂમ પૈકી સરકારી કુમાર છાત્રાલય-4, પાટીદાર વિદ્યાર્થી ભવન-20, બ્રહ્મસમાજ વાડી પ. કચ્છ-5, ચૈતન્ય આશ્રમ-5, લોહાણા સમાજવાડી-નેત્રા-7, લોહાણા મહાજન સમાજવાડી-વિરાણી મોટી-4, પાટીદાર સમાજવાડી-કોટડા (જ)-20, રવાપર લોહાણા મહાજનવાડી-4, દેવીસર લોહાણા મહાજનવાડી-3, મથલ પાટીદાર સેવા સંઘ-(ગૌશાળા)-18, ખેતાબાપા સંસ્થાન-વિથોણ-12, લીંબાણી પરિવાર સમાજવાડી-ઘડાણી-7, ઉમાભવન-નેત્રા-6 રૂમ. રાપર તાલુકામાં ચાર સ્થળે 55 રૂમ જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ-15, મોડલ ગર્લ્સ હોસ્ટેલ-15, મોડેલ સ્કૂલ-બાલાસર-10, સીએચસી-પલાંસવા-બાલાસર-15 રૂમ. ભચાઉ તાલુકાના 7 સ્થળમાં 92 રૂમ જેમાં જય ભગવાન ગેસ્ટ હાઉસ-10, આહીર સમાજવાડી-10, પંચાયત ગેસ્ટ હાઉસ-5, નમસ્કાર મહાતીર્થ-છાડવાડા-15, જય ભગવાન સામખિયાળી-6, હનુમાનધામ-નવા કટારિયા-14 અને જૈન ભોજનશાળા આધોઈ ખાતે 32 રૂમ નિયત કરાવ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer