સોશિયલ મીડિયામાં ભય ફેલાવનારા લાકડિયાના આચાર્ય વિરુદ્ધ ગુનો દર્જ

ગાંધીધામ, તા. 2 : કોરોના લોકડાઉન વચ્ચે ખોટા ભયજનક લખાણો સોશિયલ મીડિયામાં લખનાર  લાકડિયાના  પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,લાકડિયા કુમારશાળાના મુખ્ય શિક્ષક પ્રવીણકુમાર ભુરાભાઈ મચ્છોયાએ તા. 31/3 તથા તા. 1/4ના પોતાના મોબાઈલ નંબર  ઉપરથી  ફેસબુક અને વોટ્સએપ મારફતે સોશિયલ મીડિયામાં ખોટી ભયજનક માહિતી ફેલાવી કોરોના વાયરસ સામે સતત પ્રજાની સુરક્ષામાં જોડાયેલાં તંત્રની છબી ખરડાય અને  અસંતોષ ઊભો  થાય તેવા કથનો સાથેના લખાણો લખી  જાહેર સુલેહ શાંતિ  વિરુદ્ધ કોઈ ગુનો કરી બેસે તેવો  સંદેશો આપ્યો હતો.પોલીસે સોશિયલ મીડિયામાં અફવા  ફેલાવનાર  આ શખ્સ  સામે  કાયદાની  જુદી-જુદી કલમો તળે ગુનો નોંધ્યો હતો. આ અંગે  સામખિયાળીના ઈન્ચાર્જ પી. આઈ. એ.પી. જાડેજાએ  તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer