કચ્છમાં જાહેરનામા ભંગ બદલ 296 વાહન ડિટેઈન કરાયાં

ભુજ, તા. 2 : વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પગલે કોરોના ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ ગઈકાલ સુધી કુલ 30 વ્યક્તિ સામે એફ.આઈ.આર. નોંધવામાં આવી છે અને રૂા. 81,800 જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ  બદલ 86 જેટલી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઈકાલ સુધીમાં કુલ 296 વાહનને ડિટેઈન કરવામાં આવ્યાં છે. આ વિગત સાંજના ચાર વાગ્યા સુધીની છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer