કચ્છના એક લાખ પશુને સાડા સાત કરોડની સહાય મળશે

ભુજ, તા. 2 : કચ્છના એક લાખ પશુને રૂા. 7.50 કરોડનું સહાય ચૂકવણું કરાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પશુ દીઠ રૂા. 25ની સહાય જાહેર કરી છે. કચ્છમાં આવી 90 પાંજરાપોળને લાભ મળશે.રાજ્યમાં આવેલી રજિસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળના પશુઓને હાલની પરિસ્થિતિમાં પૂરતો ઘાસચારો મળી રહે એ માટે મુખ્યમંત્રીએ આ નિર્ણયની જાહેરાત કર હતી. તેમણે કહ્યું કે, રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા પાંજરાપોળના આશરે ચાર લાખ જેટલા પશુ માટે એપ્રિલ મહિના પૂરતું પશુદીઠ રોજના એટલે કે દૈનિક 25 રૂપિયા સહાય રાજ્ય સરકાર આપશે, ત્યારે કચ્છમાં એક લાખ પશુધનને આ સબસિડીનો લાભ મળશે. કચ્છમાં રજિસ્ટર્ડ 90 ગૌશાળા પાંજરાપોળને સરકારની આ જાહેરાત થકી 7.5 કરોડની સબસિડી ચૂકવાશે તેવું પાંજરાપોળ સંગઠનના ભરત સૌંદરવાએ વિગત આપતાં કહ્યું હતું. નોંધનીય છે કે, સંસ્થાએ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer