લોકપ્રતિનિધિ ઉપયોગી થવાને બદલે અડચણરૂપ થાય છે

રાપર, તા. 2 : એક રીઢા નગરસેવકે તાલુકા મામલતદાર સાથે ગાળાગાળી કરવાના બનાવ અંગે એક અધિકારીએ નામ ન આપવાની શરતે વ્યથા ઠાલવી હતી.જો કે આ બનાવને સત્તાવાર સમર્થન મળ્યું નહોતું, પણ નજરે જોનારાઓએ આને સમર્થન આપ્યું હતું. ખૂબ જ મોટો વિસ્તાર ધરાવતા રાપર તાલુકા મામલતદાર કચેરીની મુલાકાત લેતાં અહીં આવા છાપેલાં કાટલાંઓની અવર-જવર અને ભલામણોનો દોર આ પરિસ્થિતિમાં પણ ચાલુ જ હતો. કંટાળેલા આ ઓફિસરો છેવટે જો આવું જ ચાલુ રહેશે તો કચેરીમાં પણ પોલીસ બંદોબસ્ત માગવામાં આવશે તેમ કહી આવા બનાવને આડકતરું સમર્થન આપ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer