બુમરાહનો ગુસ્સો મલિંગાએ કાબૂમાં લીધો

નવી દિલ્હી, તા. 2 : કોઇ બોલરના દડામાં ચોગ્ગો કે છગ્ગો લાગે તો તેને ગુસ્સો આવે તે વાજબી વાત છે. ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પણ ગુસ્સો આવે છે જ્યારે તેના દડા પર કોઇ જોરદાર ફટકો મારે છે. એવામાં શ્રીલંકન બોલર લાસિથ મલિંગાએ તેને શીખ આપી છે. મલિંગા અને બુમરાહ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી એક સાથે રમે છે. આ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ગઇકાલ બુધવારે બુમરાહ સાથે વીડિયો ચેટ પર ઘણી ચર્ચા કરી હતી. રોહિત-બુમરાહ સાથે મલિંગા પણ ચર્ચામાં સામેલ થયો હતો. સુકાની રોહિત શર્માએ બુમરાહને પૂછયું કે તારો મલિંગા સાથે કેવો સંબંધ છે. તો બુમરાહે કહ્યંy કે, શરૂઆતમાં સંબંધ બાંધવો મુશ્કેલ હતો. આ પછી તેણે મને ઘણું શીખવ્યું. કોઇ બેટસમેન તમને હિટ કરે તો શું કરવું તેના ખાસ પાઠ ભણાવ્યા. બુમરાહે કહ્યું, પહલાં હું કોઇ બેટધર ફટકો મારે તો નારાજ કે ગુસ્સે થઇ જતો. મને મલિંગાએ કહ્યંy, શાંત રહેવાનું અને વિચારવાનું કે તેને કેમ ફસાવવો. ગુસ્સો કરવાનો કોઇ મતલબ નથી, આથી વધુ પીટાઇ થશે. બુમરાહે કહ્યંy કે, આ સિઝનમાં હું ન્યૂઝીલેન્ડના ટ્રેંટ બોલ્ટ સાથે બોલિંગ કરવા પણ ઉત્સુક છું. જો કે, કોરોના વાયરસને લીધે આઇપીએલ 1પ એપ્રિલ સુધી સ્થગિત છે અને બાદમાં પણ રમાશે કે નહીં તે નક્કી નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer