દિલ્હી સંપર્કવાળા 60ની યાદી આપી

ભુજ, તા. 2 : દિલ્હીમાં તબલીગીના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલાને કોરોના હોવાના હેવાલો વચ્ચે કચ્છના તંત્રને 60 જણની યાદી અપાઈ તે પૈકી કેટલાકના નામ બેવડાયા સહિત 46 નામ જિલ્લાના લોકોના હોવાનું આધારભૂત સૂત્રો માની રહ્યા  છે. આ પૈકીના છ જણને ગઈકાલે કવોરેન્ટાઈન કરાયા જેમાં માધાપર/ભુજના એકને હોમ કવોરેન્ટાઈન અને પાંચ જણને ઈન્સ્ટિટયૂશનલ કવોરેન્ટાઈન કરાયા છે. અન્યોને શોધવાની કામગીરી પોલીસના એસઓજી વિભાગને સોંપાઈ હોવાનું સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું હતું. ઈન્સ્ટિટયૂશનલ કવોરેન્ટાઈન કરાયેલા પાંચ જણ અલગ અલગ સ્થળના રહેવાસી છે તેમને વિવિધ જગ્યાએ રખાયા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer