જૂના કટારિયા લેવા પાટીદાર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભંડોળમાં પાંચ લાખ અપાયા

કોરોના વાયરસ સામેની ગુજરાત સરકારની કામગીરી બિરદાવી જૂના કટારિયા લેઉઆ પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા. 5 લાખની રકમ અપાઇ છે. સંસ્થાના આગેવાનો, સરપંચ અશોકભાઇ, ગોવિંદભાઇ, ભચુભાઇ, ડાહ્યાભાઇ, મુકેશભાઇ, ધરમશીભાઇ અને ગોવિંદભાઇ?ગોઠીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા પાંચ લાખની રકમ આપી માનવસેવાના કામમાં સહભાગી બન્યા છે. આ સહાયની પ્રવૃત્તિમાં જૂના કટારિયા લેઉઆ પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત (ગૌશાળા)ના પ્રમુખ દામજીભાઈ રાવરિયા, ઉપપ્રમુખ રતિલાલભાઈ ગોઠી, મેનેજિંગ ટ્રસ્ટી કાનજીભાઇ ગામી,  ટ્રસ્ટી વાલજીભાઇ રાવરિયા, ટ્રસ્ટી બાબુભાઇ ગામી,  ટ્રસ્ટી રામજીભાઇ?ગામી, ટ્રસ્ટી રણછોડભાઇ ફુશી, ટ્રસ્ટી ગણેશભાઇ ગામી, ખજાનચી સુમિતભાઇ દુબરીઆ, મંત્રી દિનેશભાઇ રાવરીઆ સહયોગી રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer