ધમડકા વિસ્તારમાં ખાણદાણ-ચારામાં લૂંટ

ધમડકા (તા. અંજાર), તા. 2 (અઝીમ ખત્રી દ્વારા) : હાલમાં સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાના પગલે ઝઝૂમી રહ્યું છે ત્યારે લોકોને ઘરોમાં રહેવા સખતપણે કહેવામાં આવ્યું. આપણા દેશમાં લાગેલ લોકડાઉનના પગલે સારો એવો આવકાર પણ મળી રહ્યો છે અને અમુક વખતે પોલીસને કડક વલણ અપનાવી પાઠ ભણાવવા પડે છે જે જનહિત માટે આશીર્વાદરૂપ છે. પરંતુ ઘણી એવી બાબતો જોવા મળે છે જે કામ સરકારના સાથે રહેલા અને પ્રજાએ જેમનામાં વિશ્વાસ રાખી તમામ લગામ અનેક પ્રતિનિધિઓને સોંપી છે, જેમાં શાસકપક્ષના નેતા હોય કે વિરોધપક્ષના પણ આવી પરિસ્થિતિઓમાં લોકો પણ ઘણી આશાઓ રાખી રહ્યા છે અનેક પ્રકારની વેદનાઓ સાથે પરંતુ હાલમાં આ એક સમગ્ર દેશ જ્યારે ઝઝૂમી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે દરેક જગ્યાએ દરેક લોકોની મુલાકાત લેવી એમના માટે પણ સામાન્ય બાબત તો નથી જ.ખાસ કરીને આવી પરિસ્થિતિને જોતાં પણ લોકો કોઈ પણ પ્રકારે પોતાના ગુજરાન માટે કઈંક ને કઈંક મેળવી લેશે એ વાત સહેજ છે, પણ અબોલા જીવ પાળનાર અનેક માલધારી લોકો આજે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.સીમાડાઓમાં કોઈપણ પ્રકારનું ચારણ ઘણા જ ઓછા પ્રમાણમાં છે, સાથોસાથ હાલમાં લોકડાઉનના પગલે ખોળ અને ભુસાની અછત સર્જાતાં અચાનક ભાવવધારો ઝીંકાયો. આ અછત તકનો લાભ હોય અને તમામ માલધારીઓ ભોગ બની રહ્યા છે  કચ્છ જિલ્લાના લગભગ વિસ્તારમાં માલધારીઓ વસવાટ કરે છે ત્યારે ધમડકા વિસ્તાર અને તેની આજુબાજુ આવેલ બન્ની વિસ્તાર સહિત માલધારીઓ હજારોની ગણતરીમાં દુધાળાં પશુઓ પાળે છે અને સમગ્ર માનવજાતને દૂધ પીવડાવે છે. આ વિસ્તારમાં ધમડકા, હિંગોરજાવાંઢ, ચાકરમોરા, ભવાનીપર, ભુજપર, લાખારા, અમરાપર, દુધઈ, તોખારા, બાનિયારી, મોબિનવાંઢ, જગતપર, રહીમવાંઢ જેવા હજુ અનેક નાના નાના ગામડાઓ અને વાંઢોનો સમાવેશ થાય છે. હાલમાં ઘણા સમયથી માલધારીઓ ચારાના અભાવે અને પશુઓનું પેટ પાળવા બન્ની તરફ પ્રયાણ કરે છે અને પોતે માલધારીઓ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી દિવસ ટૂંકા કરી રહ્યા હતા. બરાબર કટોકટીના સમયે કોરોના જેવી ભયંકર બીમારી સામે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે અનેક પ્રકારના લાભો લોકો માટે જાહેર થયા, ફોર્મ ભરાયાં, સરકારી વાજબી ભાવની દુકાનોમાં રાશન વિતરણ થયું, પરંતુ અબોલા જીવો માટે કોઈ પણ પ્રકારની વેદના સાંભળવા માટે કોઈ આગળ આવતું નથી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer