સાયબર સંવાદનો હિસ્સો બની પોલીસને મદદરૂપ થવા અનુરોધ

ભુજ, તા. 2 : હાલ ઈન્ટરનેટના આધુનિક જમાનામાં દરેકના હાથમાં મોબાઈલ છે અને આર્થિક વ્યવહાર પણ હવે ઓનલાઈન થઈ રહ્યા છે. ઈન્ટરનેટના અનેક ફાયદાઓ લોકોને મળી રહ્યા છે તે વચ્ચે તેને સંબંધિત ગુનાઓ પણ થઈ રહ્યા છે. ભવિષ્યમાં આવા સાયબર ક્રાઈમ સામે લડવા માટે પોલીસને સામાન્ય નાગરિક પણ મદદરૂપ બની શકે તેવા આશયથી સાયબર સંવાદમાં જોડાવા રાજ્ય સરકારના સીઆઈડી (ક્રાઈમ એન્ડ રેલવેઝ) ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે. બોર્ડર રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પાસેથી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સાયબર ક્રાઈમ સંબંધિત ગુનાની તપાસમાં સામાન્ય લોકો મદદરૂપ બની શકે અને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે સાયબર સંવાદમાં જોડાવા રફભયબજ્ઞજ્ઞસ.ભજ્ઞળ/ભુબયતિફળદફમનો સંપર્ક કરી તેમાં પોતાની વિગતો આપી સાયબર વોલીન્ટીયર, સાયબર વોરીઅર અને સાયબર ગુરુમાં જોડાવા 15 દિવસમાં અરજી કરવા જણાવાયું છે. આ સાયબર સંવાદમાં હજુ સુધી 1200થી પણ વધુ વિઝિટ થઈ ચૂકી છે. ઈન્ટરનેટ સંબંધિત સાયબર ટેકનોલોજીમાં રુચિ ધરાવતા અને પોલીસને મદદરૂપ થવાની ભાવનાવાળા સામાન્ય લોકો આ સાયબર સંવાદનો હિસ્સો બને તેવી અપીલ કરાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer