વાગડ વિસ્તારના ફોટો-વીડિયોગ્રાફીના ધંધાર્થી મુકાયા આર્થિક મુશ્કેલીમાં

ખેંગારપર (તા. રાપર), તા. 2 : કોરોના વાયરસના પગલે ધંધા-રોજગાર ઠપ થઇ ગયા છે, ત્યારે હાલના હાઇટેક યુગમાં માત્ર લગ્ન આધારિત વ્યવસાય ગણાતા ફોટો-વીડિયોગ્રાફીના વાગડ વિસ્તારના ધંધાર્થીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે, જેમના માટે પણ આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરાઇ છે. બધા ધંધા-ઉદ્યોગમાં  ફોટો-વીડિયોગ્રાફીનો એક ધંધો એવો છે કે, એન્ડ્રોઇડ મોબાઇલ આવ્યા બાદ 90 ટકા ભાંગી પડયો છે અને માત્ર લગ્ન પ્રસંગ પર આધારિત થઇ ગયો છે, ત્યારે  હાલની પરિસ્થિતિમાં તમામ સામાજિક પ્રસંગો રદ?થઇ ગયા છે. જેના કારણે અગાઉથી લીધેલા ઓર્ડરો પણ કેન્સલ થઇ જતાં આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. શહેરથી માંડી નાના ગામડાઓમાં આ ધંધો કરનારાને નવી-નવી  ટેકનોલોજીથી  અપડેટ રહેવું પડે છે, જેમાં  મોંઘા ભાવે કેમેરા લોન લઇને પણ ખરીદવા પડે છે. ત્યારે આવા મોંઘા કેમેરા ખરીદ્યા પછી પણ પૂરતું વળતર મળતું નથી, જેથી હાલની પરિસ્થિતિમાં ફોટો-વીડિયોગ્રાફરો આર્થિક મુશ્કેલીમાં મુકાતાં સરકારે અલગથી પેકેજની વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ ઊઠી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer