રાજ્ય સરકારના કર્મચારીઓ એક દિવસનો પગાર આપશે

ભુજ, તા. 2 : કોરોના વાયરસરૂપી મહામારીની આપત્તિમાંથી સમગ્ર દેશ જ્યારે પસાર થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ પોતાના યોગદાન સ્વરૂપે એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના રાજ્ય પ્રમુખ સંજય પટેલની એક યાદીમાં જણાવ્યા અનુસાર આ વિપદામાંથી ઊગરવા ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા ફૂલની પાંખડી સ્વરૂપે તેમને મળતા પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી, રાજ્યભરના કર્મચારીઓને આહ્વાન કરેલું છે જે હાકલને કચ્છભરના વિવિધ સંગઠનોએ વધાવી લીધી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer