આદિપુરની કોલેજમાં શરૂ થયું ઓનલાઈન શિક્ષણ

આદિપુર, તા. 2 : વૈશ્વિક મહામારી કોરોનાને હરાવવા આખું જગત સજ્જ થઈ રહ્યું છે. ત્યારે આપણા દેશમાં પણ અનેક સલામતીનાં પગલાં લેવાયાં છે. જેને પગલે કેટલાક દિવસોથી શાળા-કોલેજોમાં રજાઓ જાહેર કરાઈ છે. આ સમય દરમ્યાન છાત્રોનો અભ્યાસ થાય અને કોર્સ પણ પૂરો થાય એ હેતુથી અહીંની તોલાણી મોટવાણી ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (ટીમીમ્સ)ના છાત્રોને ડિજિટલ માધ્યમથી શિક્ષણ અપાઈ રહ્યું છે.કોલેજના ડાયરેક્ટર ડો. સંપદાના માર્ગદર્શન હેઠળ  વિવિધ ફેકલ્ટીના સભ્યો દ્વારા ડિજિટલ માધ્યમથી શિક્ષણ આપવા સંબંધે વિચારણા બાદ છેલ્લા દસ દિવસથી ઓનલાઈન વર્ગો લેવાનું અભિયાન ચાલી રહ્યું છે. ઈન્ટરનેટ પરના ઉપલબ્ધ વિવિધ સોફ્ટવેરની મદદ પણ લેવાઈ છે.આ સમય દરમ્યાન છાત્રો પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે વીડિયો ક્લાસ અને ઓનલાઈન ટેસ્ટ પણ લેવાઈ રહી છે. જેથી છાત્રો ઘેરબેઠા જ પોતાનો અભ્યાસ કરી શકે છે. બધી ફેકલ્ટીના સભ્યો પણ વિદ્યાર્થીઓના સંપર્કમાં રહીને તેમને સંપૂર્ણ માર્ગદર્શન આપી રહ્યા છે. એવું કોલેજના ડો. તેજસ પૂજારાએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer