ડીપીટીમાં વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી રહેલાઓને બદલવા માંગ

ગાંધીધામ, તા. 2 : ડીપીટીમાં છેલ્લા ઘણા સમયથી એક જ& જગ્યાએ ચીપકીને બેઠેલા અધિકારીઓની બદલીના મુદે કુશળ અકુશળ  અસંગઠીત કામદાર સંગઠન પૂર્વ -પશ્ચિમ કચ્છ દ્વારા શિપીંગ મંત્રાલય અને ડીપીટીના ચેરમેન સમક્ષ રજુઆત કરાઈ હતી. કામદાર સંગઠનના  મહાસચિવ  વેલજીભાઈ જાટે    દિનદયાળ પોર્ટમાં 20 વર્ષથી પણ  લાંબા સમયથી એક જ જગ્યાએ પોસ્ટીંગ  થયેલા કર્મચારીઓ અને   પાંચ વર્ષ કે વધારે સમયથી એક જ જગ્યાએ પોસ્ટીંગ થયેલા અધિકારીઓ  અને કર્મચારીઓને કેન્દ્રીય વિજિલન્સ કમિશનની માર્ગદર્શિકા પ્રમાણે બદલી કરવાના નિયમને મુદે ડીપીટીના ચેરમેન  સમક્ષ રજુઆત કરાઈ હતી. તેમ છતાં કોઈ  કોઈ કાર્યવાહી કરાઈ નથી. દરમ્યાન શિંપીગ મંત્રાલય દ્વારા  પોર્ટ  પ્રસાશનને  પત્ર લખી સંવેદનશીલ જગ્યાઓ પર તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓ  જે બે વર્ષ  અથવા  ત્રણ વર્ષથી  વધારે સમય થી એક જ જગ્યાએ   ફરજ બજાવતા  હોય તેમને નિમય  મુજબ બદલી કરવા તાકીદ કરાઈ  હતી. અલબત   મંત્રાલયના આ  આદેશને  ડીપીટી પ્રશાસન  ધ્વારા ધોળીને  પી જવાયો છે. આગામી પંદર દિવસમાં   આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો  આ મામલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવુ  મહાસચિવ વેલજીભાઈ જાટ,ઉપપ્રમુખ કિર્તીકુમાર આચાર્ય અને સતીષ મોતાની સંયુકત યાદીમાં જણાવાયુ છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer