કચ્છમાં લોકડાઉન વચ્ચે સેવાયજ્ઞો વણથંભ્યા

કચ્છમાં લોકડાઉન વચ્ચે સેવાયજ્ઞો વણથંભ્યા
ભુજ, તા. 31 : કચ્છમાં કોરોનાના કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાયજ્ઞો વણથંભ્યા ચાલી રહ્યા છે. ભુજમાં નિષ્ઠાપૂર્વક કામ કરતા પોલીસ કર્મીઓને પ્રમુખસ્વામી નગર ખાતે રહેતા સેવાભાવીઓ કલ્પનાબેન ચોથાણી અને રાજુભાઈ સોની દ્વારા સવાર-સાંજ ગરમ ચા અને નાસ્તો પીરસી માનવતાની મહેક પ્રસરાવી હતી.ભુજ સત્યમ સંસ્થાના માધ્યમથી ભુજના હાલે મુંદરાની ખાનગી કંપનીમાં કામ કરતા વિશાલભાઈ ચૌહાણ દ્વારા રાશનકિટ તૈયાર કરી આપવામાં આવી હતી. વિશાલભાઈ, દર્શક અંતાણી, ચિરાગ અંતાણી અને હર્ષલ અંતાણી જોડાયા હતા. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના સહયોગથી ખારા ભાતનું વિવિધ વિસ્તારોમાં હેમેન્દ્રભાઈ જણસારીનાં માર્ગદર્શન હેઠળ વિતરણ કરાયું હતું. ગુર્જર જૈન અભિયાન મંચ-માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે જરૂરિયાતમંદ 700 વ્યક્તિ માટે રસોઈ કરાઈ હતી. છ કોટિ જૈન સંઘના ખજાનચી જયેશભાઈ શાહ, પુનિતભાઈ શાહ, જૈન સમાજના ભૂતપૂર્વ મંત્રી જયંતીભાઈ શાહે જહેમત ઉઠાવી હતી. આ સેવાકાર્યને આગળ ધપાવવા એક સેવાભાવી દ્વારા 5000 તેમજ કુલ રૂા. 10,000 જાહેર કરાયા હતા. જાગૃતિ મંચના દીપકભાઈ સંઘવી, સંદીપભાઈ શાહ, નરેશભાઈ શાહ, શશિકાંતભાઈ ગાંધી, હાર્દિકભાઈ શાહ, વૈભવ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દ રાયમા યૂથ સર્કલ-અંજાર, મુસ્લિમ સમાજ અંજાર દ્વારા શહેરના સ્લમ વિસ્તારોમાં રાશનકિટનું વિતરણ કરાઈ રહ્યું છે. સખીદાતાઓ દ્વારા સંસ્થાઓને અપાયેલી વિવિધ રાશન સામગ્રી અને રોકડ રકમથી બનાવાયેલી કિટમાં ઘઉંનો લોટ,  ચોખા, ખાંડ, અડધો કિલો ચા, મગદાળ, ચણાદાળ, તેલ, કપડાં ધોવાનો સાબુ, નહાવાનો સાબુ, નમક તેમજ મરચાં પાઉડર, પીસેલા ધાણા, જીરું, હળદર સહિતની અંદાજિત 22 કિલો જેટલી સામગ્રીની કિટો તૈયાર કરાય છે. અત્યાર સુધી 300 જેટલી ઉપરોક્ત સામગ્રીવાળી કિટનું વિતરણ કરાયું હતું. આ કામમાં ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયા, રાયમા યૂથ સર્કલના પ્રમુખ સલીમભાઈ રાયમા, મુસ્લિમ સમાજ અગ્રણી ગુલામશા શેખ, સાદિકભાઈ રાયમા, મો. શરીફ સાહેબ ખત્રી હાજી સફીક, મૌ. શાબીરભાઈ રાયમા, હાફીઝ સલમાન રાયમા સહિતના યુવાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. નખત્રાણામાં હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા પોલીસ કર્મચારીઓ વિ.ની નાસ્તા, ચા-કોફી જેવી સ્થાનિકે જઇ સેવા કરવામાં આવી હતી. ટી.આર.પી.ના જવાનો, પાણી પુરવઠા, હોસ્પિટલ સ્ટાફ વિ.ને આ સેવા પૂરી પાડવામાં જશવંતગિરિ ગોસ્વામી, અમિતભાઇ નાઇ, ગુલાબભાઇ?દરજી, હરેશભાઇ?દરજી, ઋતુરાજસિંહ જાડેજા, રાજાભાઇ ગોસ્વામી સેવામાં જોડાયા છે. વંદે માતરમ ગ્રુપના જયભાઇ મારવાડા, ઉમરશીંભાઇ મારવાડા, ગ્રુપના સર્વે કાર્યકરો દ્વારા માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરના સહકારથી 700 લોકોને તેમના ઘર સુધી જઇ? માસ્ક અપાયા હતા. ભાવેશભાઇ દરજીની સેવા લઇ આ માસ્ક તૈયાર કરાવ્યા હતા. 455 બાળકને બિસ્કિટ પણ?અપાયા હતા. ભુજ રાજગોર સમાજ દ્વારા સમાજના પ્રમુખ જનકરાય યુ. નાકરનાં માર્ગદર્શન હેઠળ જરૂરિયાતમંદ 350 પરિવારોને ઘરદીઠ એક-એક રાશનકિટની વિતરણ વ્યવસ્થા કરાઇ હતી. તનસુખભાઇ એસ. જોશી અને મહામંત્રી વિજયભાઇ?બી. ગોરે જણાવ્યું હતું કે, અતિથિભવન અને સમાજવાડીમાં ઊભા કરાયેલા મોબાઇલ ટાવર, દુકાનોની આવકમાં થતા વધારાને સમાજ સંકટના સમયે સમાજોપયોગી કાર્યમાં વાપરવામાં આવે છે. માંડવીના શેરડીમાં ગઢશીશા પોલીસે નવ મજૂરોને રાશનકિટ આપી પરત જતા રોક્યા હતા. પ્યાકામાં સાકરબાઇ?ભાનુશાલીને દવા તેમજ ફળ અપાયા હતા. પી.આઇ. આર.ડી. ગોજિયા, રામસંગજી સોઢા જોડાયા હતા. ભુજ ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળ દ્વારા દરરોજ 100 ફૂડ?પેકેટ, વાગડ બે ચોવીસી જૈન યુવક મંડળ દ્વારા 100 ફૂડ પેકેટ, કપિરાજ હનુમાન મંદિર-મિરજાપર દ્વારા દરરોજ 200 લોકો માટે ગરમ રસોઇ માનવજ્યોત સંસ્થાને આપવામાં આવતાં સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઇ?જરૂરતમંદ લોકો સુધી આ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકભાજી ટમેટાં, રીંગણા, દૂધી, કોબી, બાપા દયાળુ મહિલા મંડળ માધાપરના માતામા હર્ષિદાબેન ગોસ્વામી તથા બહેનો દ્વારા વઘારેલા સેવ-મમરા  ગૂણી-7, ભવનાથ સત્સંગ મંડળ ભાનુશાલીનગરના તારાબેન તથા બહેનો દ્વારા 500 લોકો માટે ખારાભાત, છાશ, અજયભાઇ દાવડા દ્વારા 50 લિટર છાશ, વંદે માતરમ ગ્રુપ દ્વારા બિસ્કિટ કાર્ટૂન-3 મળતાં બે દિવસમાં શહેરના 37 વિસ્તારમાં સાત વાહન દ્વારા આ વસ્તુઓ જરૂરતમંદોને ઝૂંપડાઓ સુધી પહોંચતી કરાઇ હતી. વિતરણ વ્યવસ્થામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનું માર્ગદર્શન મળ્યું હતું. મઢુલી ધામ ખાતે આશાપુરા ફાઇનાન્સના પ્રણેતા રણજિતસિંહ ગેહલોત, રાજદીપસિંહ જાડેજા, જલારામ ફાઇનાન્સના નરેનભાઇ, નીલેશભાઇ મીરાણી અને મઢુલી ટ્રસ્ટ તથા ગ્રુપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, ઉપપ્રમુખ ચતુરસિંહ જાડેજા, મનુભા જાડેજા દ્વારા આ કપરા સંજોગોમાં બપોરે 300 અને સાંજે 300 જેટલા પૂરી-શાક અને સાંજ ખીચડી-કઢીના પેકિંગ કરી રોજ કમાઇને ખાય તેવા પરિવારમાં રૂબરૂ જઇ ભીડ?વગર એક મીટરના અંતરે લાઇન કરી કાર્યકરોના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું. માંડવીમાં જરૂરતમંદોના ઘેર ઘેર પોતાના ટુ-વ્હીલર વાહનથી રાશનકિટ વિતરણના સેવાકાર્યમાં જાયન્ટસ ગ્રુપના પ્રમુખ યોગેશભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ દિનેશભાઇ?શાહ, રસિકભાઇ?જોષી, ખજાનચી પરેશભાઇ સોની ઉપરાંત જાયન્ટસ પરિવારના હિંમતસિંહ જાડેજા, વસંતભાઇ?ગોસ્વામી, રાજેશભાઇ?સોની, ચંદ્રકાંતભાઇ??રૂપારેલ, અક્ષયભાઇ જોષી, યોગેશભાઇ ભટ્ટ, ગિરીશભાઇ ઓઝા, સમીરભાઇ સોની, હર્ષ ત્રિવેદી, ડેનિશ ગોગરી અને આશિષકુમાર મીના જોડાયા હતા. માધાપરમાં મોમાયકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને મઢુલી ગ્રુપ દ્વારા 350 ફૂડ પેકેટ વિતરીત કરાયા હતા. રાજદીપસિંહ જાડેજા, રણજિતસિંહ ગહેલોત સહિત સહયોગી બન્યા હતા. અંધજન મંડળ દ્વારા અસરગ્રસ્ત ગરીબ વિકલાંગોને હેલ્પિંગ હેન્ડ્સ પ્રોજેક્ટ તળે કરિયાણાની કિટ આપવામાં આવી હતી. ભચાઉ શહેર ભાજપ પરિવારના ઉમિયાશંકર જોશી, વાઘજી છાંગા સહિતે ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. ભચાઉ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આઝાદ મિત્રમંડળ દ્વારા પણ શ્રમજીવી પરિવારોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અબડાસાના નુંધાતડમાં હનીફ બાવા પઢિયાર અને વિપુલ ભાનુશાલી દ્વારા ગામના 100 પરિવારોને ડોર ટુ ડોર રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માંડવીમાં અચલગચ્છ જૈન સંઘ અને ગુર્જર સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે મારવાડાવાસના 400 વ્યક્તિઓને ખારીભાતનું વિતરણ કરાયું હતું. નગરપતિ મેહુલ શાહ, સંઘના પ્રમુખ મયૂર શાહ, નરેશ શાહ સહિત સહયોગી બન્યા હતા. ભુજ તાલુકાના વડઝરના સરપંચ કંચનબા પૃથ્વીરાજસિંહ સોઢાએ 13 કિલો વજનની રાશનકિટ આખા ગામમાં વિતરીત કરી હતી. ગામમાં કોઈ ભૂખ્યું ન રહે તેવું પ્રણ લીધું હતું. ગાંધીધામ મુસ્લિમ સમાજ દ્વારા 150 જેટલી રાશનકિટ અને ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા અને સુંદરપુરી, ભારતનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં જઈ રોજનું કમાઈ રોજનું ખાતા તથા આર્થિક નબળા લોકોને નાતજાતના ભેદભાવ વગર આ કિટ અને આર્થિક મદદ કરવામાં આવી હતી. હાજી જુમા રાયમા, રફીક બારા, અશરફ પાસા, શાહનવાઝ શેખ, અબ્દુલ રહેમાન ખત્રી, મહમદ આગરિયા, સુલતાન માંજોઠી વગેરેએ સહકાર આપ્યો હતો. કિટ વિતરણ કરવામાં આવી હતી. મારવાડી યુવા મંચ દ્વારા પોસ્ટ ઓફિસ, રામબાગ હોસ્પિટલ, આદિપુર પોલીસ સ્ટેશન તથા જાહેર સ્થળો ઉપર જઈ અને 500 માસ્ક, 100 સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના જિતેન્દ્ર જૈન, શૈલેન્દ્ર જૈન, પ્રશાંત અગ્રવાલ, નવીન શર્મા વગેરે હાજર રહ્યા હતા. ગુજરાત રેડક્રોસ દ્વારા સોયાબિન તેલ, ચોખા, મગદાળ, ઘઉંટનો લોટ વગેરે અનાજની 500 જેટલી કિટ તૈયાર કરાઈ હતી અને જરૂરિયાતમંદ લોકોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેડક્રોસના ચેરમેન ડો. ભાવેશ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ મેઘવંશી મારૂ સમાજના બીજ ગ્રુપના યુવાનો દ્વારા સુરક્ષાકર્મીઓને ચા, પાણી આપી લોકો પણ તેમની સાથે હોવાની ખાતરી આપી હતી. લખપત તાલુકાના બરંદા, નરેડી, હરૂડી, ચકરાઈ, રાતાતળાવ સહિતનાં ગામોમાં 200 રાશનકિટ વિતરીત કરાઈ હતી. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના આદમ પઢિયાર, મુબારક સમેજા, રતનસિંહ મહેશ્વરી, ઈસ્માઈલ સમેજા સહયોગી બન્યા હતા. કસ્વા ચેરિટેબલ ટ્રસ્ટના શાહીદ સમેજા, રફીક જમાદાર, બશીર સમા, હુસેન ટાંક, જાકબ લોહારે 500 રાશનકિટ વિતરીત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer