નખત્રાણા ગ્રુપ દ્વારા શાક વેચાણનો નવતર પ્રયાસ

નખત્રાણા ગ્રુપ દ્વારા શાક વેચાણનો નવતર પ્રયાસ
નખત્રાણા, તા. 31 : અહીંના ગ્રુપ દ્વારા મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સોમવારથી ચૈતન્ય હનુમાન ચોક પાસે નહીં નફો નહીં નુકસાન ધોરણે શાકભાજીનું વેચાણ કરાતાં નવતર પ્રયાસને પ્રતિસાદ સાંપડયો હતો.ખૂબ જ રાહતભાવે શાકભાજી ઉપલબ્ધ થઇ રહ્યા છે. પ્રાંત અધિકારી જી. કે. રાઠોડ દ્વારા નવતર પ્રયોગની ગ્રુપને ભલામણ કરવામાં આવતાં ટમેટાં કિલોના રૂા. 6, કોબી 10, બટેટા એક કિલોના 20, કેળા એક કિલોના 20, ગીસોડી કિલો રૂા. 12, લીલી ડુંગળી રૂા. 12, ફલાવર કિલો રૂા. 12ના ભાવે નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો ગ્રુપના યુવાનો દ્વારા સેવા આપવામાં આવી રહી છે. ગ્રાહકોએ બે મીટર અંતર રાખી ઊભા રહેવું, ગિર્દી ન કરવી, સાથે પરચૂરણ- થેલી લાવવી. તો સમિતિ દ્વારા દૂધનું પણ રાહતભાવે વેચાણ કરવાનું વિચાર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer