વિથોણને મહામારીથી દૂર રાખવા વેપારી મંડળે ઝુંબેશ ઉપાડી

વિથોણને મહામારીથી દૂર રાખવા વેપારી મંડળે ઝુંબેશ ઉપાડી
વિથોણ (તા. નખત્રાણા), તા. 31 : કોરોના વાયરસને કારણે આખું ભારત લોકડાઉન છે ત્યારે વિથોણ ગામના વેપારી સંઘે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા કમર કસી હતી.વિથોણ ગામને કોરોનામુક્ત રાખવા વેપારી સંઘ?અને વિથોણ ગ્રામ પંચાયતે જુદી જુદી મુહિમ ઉપાડી લોકોને ઘરમાં રાખવા પ્રયાસો હાથ ધર્યા હતા. પંચાયત દ્વારા ગામની દરેક શેરીઓમાં ટ્રેકટર દ્વારા વિષાણુનાશક દવાનો છંટકાવ કર્યો હતો અને દવાની આડઅસરથી બચવા લોકોને અનુરોધ કર્યો છે. ખેતાબાપા પરિસરમાં દવાનો છંટકાવ પણ કર્યો હતો. વેપારી એસોસિયેશન દ્વારા લોકડાઉનનું પાલન કરવા અને લોક જરૂરિયાત સિવાયની તમામ દુકાનો બંધ રાખવા માટે એસોસિયેશન સતત કાળજી રાખે છે. જીવનજરૂરિયાતની ચીજ- વસ્તુઓ માટે સવારના 7થી 9 સુધી રસકસ અને શાકભાજીની દુકાનો ખુલ્લી રાખીને લોકોની જરૂરિયાત મુજબની સામગ્રી ખરીદવા (સંગ્રહ ન કરવા) દિશા નિર્દેશ કરે છે. અત્યારે વિથોણ પંથકના 10 જેટલા ગામોએ જરૂરી કામ સિવાય ઘરથી બહાર નહીં જવાનું નક્કી કર્યું છે. જ્યારે રોજ રોજ કમાઇને ગુજરાન ચલાવતા લોકો માટે થોડી મુસીબત સર્જાઇ છે. જેને લોકો સમજી પણ રહ્યા છે. આ મહામારીને ધર્મથી દૂર રાખવા અને સૌ સાથે મળીને હરાવવા માટે દરેક જાતિ-ધર્મના લોકો સહયોગ આપે તેવો પંચાયત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો તેવું દિનેશભાઇ રૂડાણીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer