વિરાટ-અનુષ્કાએ 3 કરોડ અને રોહિતે 80 લાખ આપ્યા

નવી દિલ્હી, તા. 31 : કોરોના વાયરસની લડતમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને દુનિયામાં સૌથી વધુ કમાણી કરતા ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની બોલીવૂડ હીરોઇન અનુષ્કા શર્માએ ગઇકાલે રાહત ફંડમાં કેટલીક રકમ જમા કરાવી હતી. વિરાટ-અનુષ્કાએ સોશિયલ મીડિયા પર કેટલી રકમ દાનમાં આપી તે જાહેર કરી ન હતી. હવે એવું જાણવા મળે છે કે વીરુષ્કાએ 3 કરોડની સહાય આપી છે. આ પછી હવે ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ 80 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. રોહિતે 4પ લાખ પીએમ ફંડમાં અને 2પ લાખ મહારાષ્ટ્ર સીએમ ફંડમાં નોંધાવ્યા છે. જ્યારે પ-પ લાખની રકમ બે ચેરિટી સંસ્થાને અર્પણ કરી છે. આ પહેલાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પ0-પ0 લાખ આપી ચૂકયા છે. રૈનાએ બાવન લાખનું દાન જાહેર કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer