કચ્છ માટે રાહત, એકેય નવો કેસ નથી આવ્યો

ભુજ, તા. 31 :?કચ્છ માટે કોરોનાને લગતા બનાવમાં આજે રાહતના સમાચાર મળ્યા છે. સમગ્ર?દેશમાં કહેર વધતી જાય છે ત્યારે કચ્છના એકેય શંકાસ્પદ કે પોઝિટિવ નવો કેસ સામે આવ્યો નથી. જિલ્લા આરોગ્ય અધિકારી પ્રો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી સરકાર દાખલ કરાયેલા કેસ-17 છે જ્યરારે નેગેટિવ રિપોર્ટ આવેલ 16આવી ગયા છે. અત્યાર સુધી પોઝિટિવ રિપોર્ટની સંખ્યા 1 જ છે. હાલે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેની સંખ્યા 1, ઈન્સ્ટિટયુટમાં કવોરેન્ટાઈન 76 જણ છે જ્યારે હોમ કવોરેન્ટાઈન 4721  છે. ઘરે ઘરે જઈ આશા-આંગણવાડી કાર્યકર દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે કુલ ટીમો 2116 કામે લાગી હોવાથી ઘરો 8,38,759 ઘરોમાં 20,71,145 જણનો સર્વે કરી લેવાયો છે. ફલુવાળા રીફર કરેલા દર્દીઓની સંખ્યા 806 છે. વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવિડ-19ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 743 વ્યક્તિઓનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાં પ7 સ્થાનિક લોકોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 32865 લોકોનું ક્રીનિંગ કરાયું છે. અત્યાર સુધીમાં 17 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા.બીજી બાજુ કુલ 1902 ઈન્સ્ટિટયૂશનલ કવોરેન્ટાઈન વ્યવસ્થા છે. જેમાં પ0 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયેલા અને 26 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત કરવામાં આવી છે. આ વિગત આજ સાંજના ચાર વાગ્યા સુધીની છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer