મરકઝમાં કચ્છમાંથી કોઈ ગયું હતું ? : તપાસના ચક્રો ગતિમાન

ભુજ, તા. 31 : કોરોના જેવી મહાભયાનક બીમારીના પગલે સત્વરે ચાર જણથી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ છે ત્યાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમની સમગ્ર દેશમાં હડકંપ મચાવી દે તેવી ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના આ મરકઝ ધાર્મિક મેળાવડામાં કચ્છ ગુજરાતથી પણ કેટલાક સભ્યોએ ભાગ લીધો હોવાનું બહાર આવતાં સુરક્ષા એજન્સી અને આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયા છે. જાણકાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે તબલીગી જમાત દ્વારા આ કાર્યક્રમ દિલ્હીમાં થોડા દિવસો પહેલાં યોજાયો હતો. જેમાં દેશ-દુનિયામાંથી સેંકડો સભ્યોએ ભાગ લીધો હતો. આ સભ્યો પૈકી કેટલાક કચ્છ-ગુજરાતના હોવાની સંભાવના તપાસાઈ રહી છે. જાણકાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ મેળાવડામાં કચ્છ અને ગુજરાતમાંથી પણ તબલીગી જમાતના સભ્યો ભાગ લેવા ગયા હોવાની સંભાવનાને લઈને તેમને શોધવાનું કામ સુરક્ષા એજન્સીઓએ શરૂ કર્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer