અંજારમાં લોકડાઉન વચ્ચે પોણા લાખનો શરાબ ઝડપાતાં ભારે ચકચાર પ્રસરી

ગાંધીધામ, તા. 31 : લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે જિલ્લામાં દારૂ ઘુસાડવાનું અઘરૂં છે તેવામાં અંજાર પોલીસે એક કારનો ફિલ્મી ઢબે પીછો કરી આ કારમાંથી રૂા. 71,400ના શરાબ સાથે અકે ઈસમની ધરપકડ કરી હતી. લોકડાઉનના પગલે ગઈકાલે રાત્રે પોલીસ બંદોબસ્તમાં હતી. દરમ્યાન નંબર વાગરની એક કારમાં દારૂ ભરેલો હોવાનું અને તે કાર સતાપર બાજુથી અંજાર શહેરમાં આવી રહી હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી.દરમ્યાન પોલીસે અંજાર એકતાનગરના જમાલશા ઉર્ફે ગઢો કાસમશા શેખની ધરપકડ કરી હતી અને આ વાહનમાંથી મેક્ડોવેલ્સ નંબર-1 તથા બ્લૂ મૂનની 204 બોટલ કિંમત રૂા.71,400નો શરાબ હસ્તગત કર્યો હતો. આ દારૂ આપનાર તરીકે અંજારના જ હાજેશા વલીશા શેખનું નામ બહાર આવતાં આ શખ્સને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer