મુંબઈથી આવતી ટ્રેનોમાં વેઈટિંગ : કચ્છથી જતી ખાલી

ગાંધીધામ, તા. 31 : રેલવે પ્રશાસન દ્વારા લોકડાઉન પૂર્ણ થયાના બીજા દિવસે એટલે કે 15 એપ્રિલથી બુકિંગ શરૂ કર્યું છે.ત્યારે મુંબઈથી કચ્છ આવતી તમામ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ જ છે. જ્યારે કચ્છથી મુંબઈ જતી ટ્રેનની તમામ શ્રેણીઓમાં ટિકિટ મળે તેવી પરિસ્થિતિ છે. ટ્રેનો શરૂ થયા બાદ લોકોનો ધસારો ભારે થશે તેને જોઈને હાલ બે આંકડામાં રહેલા વેઈટિંગનો આંકડો એક બે દિવસમાં જ વધી જાય તેવી શક્યતા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer