રાશન ચાલુ થઇ ગયું હોવાનું જાણીને મહિલાઓ મામલતદાર કચેરીએ ધસી આવી

ગાંધીધામ, તા. 31 : રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડધારકોને બે મહિના માટે નિ:શુલ્ક રાશન અપાશે તેવી જાહેરાતના પગલે આજે અનેક મહિલાઓ મામલતદાર કચેરીમાં રાશન લેવા આવી પહોંચી હતી તેમને સમજાવીને પરત ઘરે મોકલવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ મહિનાથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાનો સિક્કો ધરાવતા રાશનકાર્ડ ધારકોને બે મહિનાનું રાશન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આવતીકાલથી આ યોજના લાગુ કરવામાં આવશે જેમાં વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા 25 રાશનકાર્ડ ધારકોને ફોન કરી પોતાની દુકાને બોલાવશે અને બાદમાં રાશનનું વિતરણ કરવામાં આવશે. તેવું મામલતદાર હરેશભાઇ જોશીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer