કલેક્ટરના જાહેરનામાના અમુક મુદ્દાઓનું નિરાકરણની રજૂઆત

ભુજ, તા. 31 : અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાના અમુક મુદ્દાઓ વિશે નિરાકરણ લાવવા માંગ કરી છે. કલેક્ટરને પાઠવાયેલા પત્રમાં જણાવાયા મુજબ ગત તા. 29/3 અને 30/3ના બહાર પડાયેલા જાહેરનામા મુજબ કચ્છમાં મોટા ભાગના માલધારીઓના દૂધનું વેચાણ અટકી ગયું છે. તે દૂધ ડેરીઓ ખરીદે, ગ્રામ પંચાયતો હસ્તક ભરાતા સહાય ફોર્મમાં ખેતમજૂરોને પણ લાભ મળે, હાલ કતલખાના બંધ રાખવાનો આદેશ છે પરંતુ ઇંડા, માછલી, માંસ, મચ્છીનું વેચાણ કરતા અસંગઠિત વેપારી વર્ગને સહાય યોજનાનો લાભ આપવા, રાશનકાર્ડ ધારકોને હોમ ડિલિવરીની વ્યવસ્થા ઊભી કરવા તથા લોકડાઉન દરમ્યાન બોરની મોટર બળી જતાં ખેડૂતવર્ગને પડતી મુશ્કેલી નિવારવા મોટર રિપેરિંગની વ્યવસ્થા કરવા સહિતના મુદ્દે નિરાકરણ લાવવા જિલ્લા પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાએ માંગ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer