રાપરના ખાંડેકમાં બે પક્ષો વચ્ચે હથિયારો સાથે સામ સામે હુમલો

ગાંધીધામ, તા. 31 : રાપર તાલુકાના ખાંડેક ગામમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી બે પક્ષ હથિયારો સાથે સામ-સામે આવી જતાં બન્ને પક્ષના લોકો ઘવાયા હતા. ખાંડેકમાં રહેનાર મહેશ રમેશ ચૌહાણની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે આ યુવાને ગામનાં જ હસમુખ અંબારામ, ભરત ધરમશી, બળદેવ જયરામ, પ્રવિણ શિવા, સાગર ધીરૂ, રમેશ પ્રાગજી, સુખદેવ ચતુર, ધરમશી ભારા,વેલાઅંબારામ, સતીશ હેમંત, લાલજી જયરામ તથા અન્યએક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નેંધાવી હતી.અગાઉના ઝઘડા, બોલાચાલીનું મનદુ:ખ રાખી આ શખ્સોએ ગઇકાલે સાંજે લાકડી, લોખંડના સળીયા, ધારીયું, છરી વગેરે હથિયારોથી હુમલો કરતા આ ફરિયાદી અને અન્ય લોકો ઘવાયા હતા.સામા પક્ષે ભરત ધરમશી ખાંડેકા (મારાજ)એ મહેશ  રમેશ, ભરત રમેશ, રમેશ નાનજી, ખોડા નાનજી, બાબુ નાનજી, ખાના નાનજી, ગાંગા નાનજી, દીપક માદેવા, પ્રકાશ માદેવા, હરેશ ભચુ અને જેસુખ નરસંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અગાઉના ઝઘડા, બોલાચાલી મુદે્ આ શખ્સોએ લાકડી, લોખંડનો પાઇપ, છરી જેવા હથિયારોથી હુમલો કરતા ફરિયાદી સહિતના લોકો ઘવાયા હતા. પોલીસે આ બને પક્ષોની ફરિયાદો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer