ભુજ સુધરાઈને વેરાવસૂલાતમાંલોકડાઉનનું નડેલું વિઘ્ન

ભુજ, તા. 31 : 12 કરોડના લક્ષ્યાંકને પાર કરવાના પ્રયત્નો સાથે નાણાકીય વર્ષના અંતે ભુજ સુધરાઇની વેરાવસૂલાત ઝુંબેશ 11,01,54,483/- સુધી પહોંચી હતી. જો કે, કોરોના વાયરસને પગલે શટડાઉન થતાં અનેક સરકારી કચેરીનાં લેણાં બાકી રહી જતાં ગત વર્ષની તુલનાએ 35,29,203 જેટલી ઓછી આવક થઇ હતી.ભુજ સુધરાઇ દ્વારા મુખ્ય અધિકારી નીતિન બોડાતનાં માર્ગદર્શન હેઠળ ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રાસિંહ જાડેજા અને તેમની ટીમે વેરાવસૂલાત ઝૂંબેશને તેજ બનાવી 12 કરોડના લક્ષ્યાંકને પાર કરવા કમર કસી હતી. અનેક મોટા બાકીદારોના વ્યાવસાયિક સ્થાનાને સિલ કરવા સહિત આકરાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. જો કે, માર્ચ 20 પૂર્ણ થવામાં 12-14 દિવસ પહેલાં જ કોરોના વાયરસને પગલે શટડાઉન  થતાં ઝુંબેશ અટકાવી દેવાઈ હતી.વેરાવસૂલાત ઝુંબેશ અંતર્ગત વર્ષ 18-19ની આવક પર નજર કરીએ તો ટેક્ષ 9,74,78,968, વ્યવસાય વેરો 1,53,61,532 અને દુકાન ભાડાની આવક 8,43,186 મળી કુલ્લ 11,36,83,686ની વસૂલાતની આવક થઈ હતી. તો વર્ષ 19-20માં નાણાકીય વર્ષના અંતે ટેક્સ 9,51,16,744, વ્યવસાય વેરો 1,28,35,424 અને દુકાન ભાડાના 22,02,315 મળી કુલ્લ 11,01,54,483 આવક થઇ હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer