દેવપર-યક્ષના યુવાને આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો

ભુજ, તા. 31 : નખત્રાણા તાલુકાના દેવપર-યક્ષ ગામે ભગવાનભાઇ ભાણજી ગરવા નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. બીજીતરફ માનકૂવા વાડી વિસ્તારમાં ઘઉં કાઢવા ગયેલા ભારાસરના રામજીભાઇ જીવરાજભાઇ મેરિયાને ગઇકાલે ઝેરી જંતુ કરડી ગયો હતો જેનો આજે સારવાર દરમ્યાન જીવનદીપ બુઝાયો છે. દેવપર-યક્ષ ગામે આજે સવારે 9 વાગ્યા પહેલાં કોઇપણ સમયે 42 વર્ષીય ભગવાનભાઇ ભાણજીભાઇ?ગરવાએ પોતાના ઘરે આડીમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. આ યુવાએ કોઇ?અગમ્ય કારણોસર આ અંતિમ પગલું લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં લખાવાયું છે. નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠોડ આ અંગેની તપાસ ચલાવી રહ્યા છે. બીજીતરફ, ભારાસરમાં રહેતા 45 વર્ષીય રામજીભાઇ જીવરાજભાઇ મેરિયા ગઇકાલે માનકૂવા વાડી વિસ્તારમાં ઘઉં કાઢવા ગયા હતા ત્યારે તેને કોઇ ઝેરી જીવજંતુ કરડી જતાં સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.રામજીભાઇ પર સારવાર કારગત ન નીવડતાં આજે સવારે હોસ્પિટલના બિછાને તેણે અંતિમશ્વાસ લીધા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer